હસો મારી સાથે

લાલુ: દીવાળીના રોકટથી શું શીખ મળે છે?
પપ્પુ: એજ કે ઉંચાઈ સુધી પહોંચવા બોટલનો સહારો લેવોજ પડે છે.
***
ઓછામાં ઓછા શબ્દોમાં, સુખ, શાંતી અને ખુશીનું વર્ણન કરવાની હરિફાઇ હતી. લોકો વિચારતા રહ્યા અને મેં લખ્યુ: સુતેલી પત્નિ
નિર્ણાયક આંખોમાં આંસુઓ સાથે સ્ટેજ પર જ મને ભેંટી પડયા અને શાલ ઓઢાડી ઈનામ આપ્યું.
***
દિકરો :બાપા તમને ડાયાબિટિસ નથી, તો મને કેમ થયો?
બાપા: તારી માંનું નામ ‘કડવી’ હતું. આથી હું કડવી…કડવી કરતો, એટલે મને ના થયો. ને તું આખો દાડો તારી પત્ની ને ‘હની-સ્વીટુ …..હની-સ્વીટુ’ કર્યા કરતો હો છો તો થાય જ ને!!
***
મારી પત્નીની ધીરજ અને મારા પરનો વિશ્વાસ ખરેખર વખાણવા લાયક છે.
મારાથી પાણીનું માટલું ફૂટી ગયું, દૂધ ઉભરાઈ ગયું, તેલ ઢોળાઇ ગયું, શાકમાં મીઠું ડબલ નખાઈ ગયું, રોટલી બળી ગઈ, અથાણાની બરણી તૂટી ગઈ, ચામાં દૂધને બદલે છાશ નખાઈ ગઈ. મારા આટલા પ્રયાસો છતાં મને હજી ઘરકામ સોંપે છે .. બોલો.!
***
ગયા વર્ષે, દિવાળી સમયે, મારા મિત્રએ મને દિવાળીની ભેટ રૂપે 10,000/- મોકલ્યા. બે અઠવાડિયા પછી, તેને પ્રમોશન મળ્યું!! મારા બીજા મિત્રે મને દિવાળી માટે ભેટો મોકલી. દિવાળી પછી તરત જ, તેમને કંપની માટે 2,00,0000/- નો ઓર્ડર મળ્યો. બીજા એકે મને 50,000/- ના શોપિંગ વાઉચર્સ મોકલ્યા અને મારો
વિશ્વાસ કરો, તેણે યુ.એસ. ગ્રીન કાર્ડ મેળવ્યું !!! તમે મારા આગામી નસીબદાર મિત્ર બની શકો!! એક વાર નસીબ અજમાવી ને ટ્રાય કરો! જો કે, કેટલાક મિત્રોએ આ સારા નસીબ ચિહ્નોને અવગણ્યાં અને માત્ર મને એસએમએસ શુભેચ્છાઓ મોકલ્યા. તેમની પત્નીઓના હુકમથી એક વર્ષ માટે કપડાં અને ડીશ ધોયા છે!! અવગણો નહીં. હવે એક નસીબદાર દિવાળી માટે પ્રયત્ન કરો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *