ગણપતિ બાપ્પા મોર્યા!!!

ભારતમાં ગણેશ ચતુર્થિ પ્રસિધ્ધ તહેવાર છે. દરેક નવા કામ શ‚ કરતા પહેલા સૌ પ્રથમ નામ ગણપતિનું લેવામાં આવે છે. હિંદુધર્મના લોકો ગણેશ ચતુર્થિનો તહેવાર ઘણોજ ધૂમધામથી મનાવવામાં આવે  છે. આ તહેવારની શ‚આત લોકો એકસાથે આવે તે કારણે લોકમાન્ય ટિળકે કરી હતી.

આપણે ગણપતિ બાપ્પાને તો બરાબર ઓળખીયે છીએ પણ શું તમને ખબર છે કે ગણેશ ચતુર્થિ દિવસે ચંદ્રમાને જોવો ઘણોજ અશુભ માનવામાં આવે છે. જો તમે ભૂલથી પણ ચંદ્રમાંને જોઈલો તો તમા‚ં આખું વરસ મુસીબતોથી ઘેરાઈ જાય છે.

આના સંદર્ભમાં વાર્તા છે કે ચંદ્રમાને પોતાના ‚પનું ઘણું જ અભિમાન હતું. ગણેશ ચતુર્થિ ના દિને ગોળ મટોળ ગણપતિબાપ્પાને જોઈને ચંદ્રમાને ઘણું જ હસવું આવી ગયું. ગણપતિ નારાજ થયા અને ચંદ્રમાને શ્રાપ આપી દીધો કે તને રાતે જે જોશે તેને કલંક લાગશે. બીચારા ચંદ્રમાં તો છુપાઈને  એક ખૂણામાં બેસી ગયા. ચંદ્રમાંની આવી હાલત જોઈ બધા દેવોએ ચંદ્રમાને સલાહ આપી કે મોદક અને બીજા પકવાનોથી ગણપતિની પૂજા કરશો તો ગણપતિ પ્રસન્ન થશે અને તમને શ્રાપ માંથી મુક્તિ મળશે.

ચંદ્રમાએ ગણપતિની પૂજા કરી અને એમને પ્રસન્ન કર્યા પરંતુ ગણપતિએ કહ્યું તારા શ્રાપની સંપૂણપણે મુક્તિ નહીં થશે એટલે ગણેશ ચતુર્થિ ને દિવસે જે તને જોશે ફકત તેજ દિવસે તેને કલંક લાગશે અને દુનિયાને યાદ રહેશે કે કોઈના ‚પ રંગ જોઈ તેની મજાક કરવી નહીં.

ગણેશ ચતુર્થિ ને દિને ભકતો ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લઈ આવે છે અને તેની સ્થાપના કરે છે. હિંદુ ધર્મના લોકોનું માનવું છે કે ગણપતિ બાપ્પાને ઘરે લઈ આવતા સુખ, સમૃધ્ધિ, બુધ્ધિ અને ખુશર બાપ્પા સાથે લઈને આવે છે અને જતી વખતે ઘરની બાધાઓ બાપ્પા પોતાની સાથે લઈ જાય છે.

Similar Posts

  • પારસી ટાઇમ્સને 10મી શુભ સાલગ્રેહની શુભેચ્છાઓ!

    પારસી ટાઇમ્સ ટીમ તેની 10માં વર્ષની સાલગ્રેહ પ્રસંગે આપણા કેટલાક સમુદાય દ્વારા શેર કરેલી પ્રશંસા અને તેમના પ્રોત્સાહન બદલ તેમનો આભાર! પારસી ટાઇમ્સને તેની વિશેષ 10મી વર્ષગાંઠ પર હાર્દિક અભિનંદન.   અમારા પ્રિય સમુદાયની હકારાત્મક અને મહાન સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે પીટી હંમેશાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. હું પારસી ટાઇમ્સ અને તેની સમગ્ર ટીમને ઘણી…

  • નવા વર્ષમાં કૃતજ્ઞતા!

    એક નવા દેખાવ અને ઉંડાણ પૂર્વક કૃતજ્ઞતા સાથે નવા વર્ષમાં ચાલો વધુ એક સકારાત્મક પગલું ભરીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વ્યક્તિગત રીતે જાગૃતિ આવી છે. આપણી પસંદગીઓ આપણા પર્યાવરણ પર શું અસર કરે છે તેનાથી અજાણ રહીને આપણે જીવવાનું ચાલુ રાખી શકતા નથી. કુદરતી સંસાધનો એ આધારસ્તંભ છે જેના પર માનવજાતના ભવિષ્યનો આધાર રાખે છે. જેમ…

  • દિવાળીની ઉજવણી એટલે પ્રકાશનો તહેવાર

    દિવાળી અથવા રોશનીનો તહેવાર ભગવાન રામના જીવન સાથે સંકળાયેલો છે – હકીકતમાં, રામનું અયોધ્યા પરત ફરવું. આ દૈવી રાજા અને તેમના પત્ની સીતાના 14 વર્ષના વનવાસ (જંગલમાં વનવાસ) પછી આખું અયોધ્યા દીવાઓ અને મશાલોથી ઝગમગી ઉઠ્યું હતું. તે નવા વર્ષની શરૂઆત પણ કરે છે અને નવું ઘર ખરીદવા અથવા નવો વ્યવસાય શરૂ કરવા માટેનો શુભ…

  • સકારાત્મક વિચારો દુનિયા બદલી શકે છે!

    શહેરમાં એક વ્યક્તિ નોકરી કરતો હતો. એ શહેરમાં જ તેમનું ઘર હતું પોતાના પરિવાર સાથે તે રહેતો હતો. આ માણસ કાયમ પોતાના વિચારોથી પરેશાન રહેતો. તેને લાગતું કે ઘરનો બધો ખર્ચ મારે જ ઉઠાવવો પડે છે, આખા પરિવારને મારે જ નિભાવવો પડે છે, બધાનું પેટ ભરવાની પણ મારી જ જવાબદારી અને કાયમ મહેમાનો આવે તેને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08th August – 14th August, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. તમારા રોજના કામ વીજળી વેગે પૂરા કરી શકશો. તમારા શત્રુઓને મીઠી જબાન વાપરી પોતાના કરી લેશો. જે પણ કામ કરતા હશો ત્યાં થોડી મહેનત કરવાથી ઇન્કમ વધારી શકશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે.દરરોજ…

  • પોપટને ઠાર માર્યો!

    એટલુંજ નહીં પણ જે કાંઈ બનાવ તેની હજુરમાં બનતો તે કહી આપવાનો અચરત સરખો ગુણ ધરાવતો હતો. એક પાંજરામાં નાખી તેની હજુરમાં ગયો અને પોતાની બાયડીને અરજ કરી કે તે પોપટને તેણીના ઓરડામાં રાખે અને તેની ગેરહાજરીમાં તેની સંભાળ લે. એટલી ફરમાશ કરી તે પોતાના કામ માટે જ્યાં જવું હતું ત્યાં ગયો. જ્યારે તે ઘેર…