દિવાળીના પાંચ દિવસનું મહત્વ

દિવાળીના પાવન અવસર પર ચારે બાજુથી ખુશીઓનુ મહેકતુ વાતાવરણ થઈ જાય છે. આ પર્વ બધા તહેવારોમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે. કારણ કે પાંચ દિવસ સુધી આ તહેવારની ખુશીઓ છવાયેલી રહે છે અને મહિન પહેલાથી આ તહેવારની તૈયારી શરૂ થઈ જાય છે. દરેક તહેવારની જેમ આ તહેવારની પણ પૌરાણિક કથા છે. દરરોજનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ પાંચ દિવસીય જગમગાતા તહેવારની વિશેષતાઓ.
કાર્તિક કૃષ્ણ ધનવન્તરી જયંતિ: આ દિવસને ધનતેરસ કહેવામાં આવે છે. આ દિવસે ચિકિત્સક ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરે છે. પુરાણોમાં કથી છે કે સમુદ્ર મંથનના સમયે ધન્વંતરે સફેદ અમૃત કળશ લઈને અવતરિત થયા હતા. ધનતેરસની સાંજે યમરાજ માટે દીપદાન કરવુ જોઈએ. જેનાથી અકાળ મૃત્યુનો નાશ થાય છે. લોકો ધનતેરસના રોજ નવા વાસણો પણ ખરીદે છે અને ધનની પૂજા પણ કરે છે.
કાર્તિક કૃષ્ણ ચતુર્દશી: આને નરક ચતુર્દશી કે કાળી ચૌદસ, રૂપ ચૌદસ પણ કહેવામાં આવે છે. આ દિવસે નરકથી ભયભીત થનારા મનુષ્યોએ ચંદ્રોદયના સમયે સ્નાન કરવુ જોઈએ અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. જે કાળી ચૌદસની વહેલી સવારે તેલ માલિશ કરી સ્નાન કરે છે અને રૂપ નિખારે છે તેને યમલોકના દર્શન નથી કરવા પડતા. નરકાસુરની સ્મૃતિમાં ચાર દીપક પણ લગાવવા જોઈએ.
કાર્તિક કૃષ્ણ અમાસ: આને દિવાળી કહેવાય છે. આ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. સાથે જ કુબેરની પૂજા પણ કરવામાં આવે છે. શુભ મુર્હુતમાં લક્ષ્મીજીનો ફોટો, સિક્કો અથવા શ્રીયંત્ર, ધાણી, પતાશા, દીપક, શેરડી, કમળનું ફૂલ, મોસમી ફળ વગેરે પૂજનની સામગ્રી ખરીદવામાં આવે છે. ઘરમાં લક્ષ્મીને નૈવેધ હેતુ પકવાન બનાવવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે.
શરૂઆતમાં ગણેશ, અંબિકા, કળશ, માલૂકા, નવગ્રહ પૂજનની સાથે જ લક્ષ્મી પૂજાનુ વિધાન હોય છે. ચોપડા, ધનપેટી, લોકર વગેરેમાં સ્વસ્તિક બનાવીને પૂજન કરવુ જોઈએ.
કાર્તિક શુક્લ બલિપ્રતિપ્રદા,દીવાળી-પાડવા: આને ગોવર્ધન પૂજા કે અન્નકૂટ મહોત્સવના રૂપમાં ઓળખવામાં આવે છે. આજના દિવસે ગાય-વાછરડાં અને બળદની પૂજા કરવામાં આવે છે. ગાય વાછરડાને જુદી જુદી રીતે શ્રૃંગારિત કરવામાં આવે છે. આ દિવસે હિન્દુ કેલેન્ડરની દ્રષ્ટીએ નવા વર્ષની શરૂઆત થાય છે. લોકો એકબીજાને મીઠુ પ્રસાદના રૂપમાં આપે છે. જેનો મતલબ એ થાય છે કે મીઠાની જેમ તમારા જીવનમાં પણ બધા રસ કાયમ રહે. લોકો એકબીજાને નૂતન વર્ષાભિનંદન કે નવ વર્ષની શુભેચ્છા પાઠવે છે.
કાર્તિક શુક્લ બીજ/ભાઈબીજ: આ યમ દ્વિતીયા કે ભાઈબીજના નામે પણ ઓળખાય છે. આ દિવસે વહેલી સવારે ઉઠીન ચંદ્રમાના દર્શન કરવા જોઈએ. યમુના કિનારે રહેનારા લોકોએ યમુનામાં સ્નાન કરવુ જોઈએ. આજના દિવસે યમુનાએ યમને પોતાના ઘરે ભોજન કરવા બોલાવ્યા હતા, તેથી તેને યમદ્વિતીયા કહેવાય છે. આ દિવસે ભાઈઓએ ઘરે ભોજન ન કરવુ જોઈએ. તેમણે પોતાની બહેન, કાકા કે માસીની પુત્રી, મિત્રની બહેનને ત્યા પ્રેમથી ભોજન કરવુ જોઈએ. આનાથી કલ્યાણ થાય છે. ભાઈએ વસ્ત્ર, દ્રવ્ય વગેરેથી બહેનનો સત્કાર કરવો જોઈએ. સાંજે દીપદાન કરવું જોઈએ.
દીવાળીના દીવાનો સુવર્ણ પ્રકાશ તમારા જીવનમાં ભરપુર સુખ સમૃધ્ધિ અને ખુશાલી લાવે.

Similar Posts

  • Caption This – 16th July

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 20th July 2022. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • Let Me Fight And Live Down My Misfortunes

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] The farmer knows not what the year will bring forth on his field. Men know not what will befall them. Many a misfortune comes upon men unawares. When…

  • |

    Former BPP Chairman And Community Service Stalwart – Yazdi Desai Passes Away

    On 2nd November, 2021, the community lost one of its foremost ‘Rathestars’ in the passing of former BPP Chairman, Yazdi Desai – a man who’s heart truly beat for the community… a man who prioritized the welfare of his beloved Parsi/Irani Zarthosti community over all else… a man who dedicated his life to serving those…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09 April – 15 April 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 4 દિવસ સુખમાં પસાર કરવાના બાકી છે. 13મી સુધી અધુરા કામ પુરા કરી લેજો. નહીં તો 4થી મે સુધી તમને કામ કરવામાં કંટાળો આવશે. અપોઝીટ સેકસની ડિમાન્ડ પુરી કરી શકશો. છેલ્લા બે દિવસ માથાના દુ:ખાવાથી પરેશાન થશો. ‘બહેરામ યઝદ’ની સાથે 96મુ…

  • શિરીન

    તે સંત પુરૂષનાં બોલો વડે દુ:ખી તે બાલાને કંઈક સધ્યારો મળી ગયો ને પછી બધી વિગતો તેણીએ પોતાનાં ભાઈને કહી સંભળાવી, કે તે કમનસીબ જવાન પુકારી ઉઠયો. ‘ઓ16, હું કેવું ઈચ્છુજ કે મારા પપ્પાને છેલ્લી ઘડીએ હું મળી શકયો હતે પણ…પણ તે બનવું મુશ્કેલ હતું.’ ‘અલબત્ત કેરસી તું કેવી રીતે આવી શકતે? ને …ને તેથી…