શિરીન

શિરીન વોર્ડન આખી રાત ઝરી જુહાકની આગળ ઈઝીચેર પર બેસી તેવણની માવજત કરતી ગઈ ને તેમ કરતાં વચ્ચે તેણી નાની જેવી ઉંઘ પણ કાઢી ઉઠતી. એમ પાંચ દિવસ પસાર થઈ ગયા કે ઝરી જુહાકની તે છાતીમાંની પેન તદ્દન નીકળી ગયેલી માલમ પડી.

રાત દિવસ તેમનું નર્સિંગ ખરા તન તથા મનથી શિરીન વોર્ડન કરતી ગઈ ને ત્યારે પોતાનાં દુ:ખમાં જ ખરી કદર પહેલ વહેલી તેવણે તે પોરીની કરી લીધી.

પોતાના પેટની દીકરીઓ કરતાં પણ તે છોકરી તેમની કાળજી તથા કદર કરતી જણાઈ આવી કે ઝરી જુહાકનાં ઘાટકી જીગરમાં તેણી માટે દયાનો પહેલો ફણગો ફૂટી નીકળ્યો.

તે ન્યુ યરની ઈવની સવારે ત્યારે તેવણે પોતાનાં દીકરા આગળ તેણીની વખાણ કરી નાખી.

‘બીચારી છોકરીએ ખરાં દીલથી મારી દેખરેખ કીધીછ જો, ફિરોઝ.’

‘કોણે મંમા, દિલ્લા કે હિલ્લાએ?’

મુંઈ રે તે લોક મનીજની કરતી કોણ જાણે ધણીઓનીબી શું ચાકરી કરવાની છે. હમારા વખતમાં તો હમો ધણીને ખુદા સમજી તેનો પડયો બોલ ઝીલી લેતાં હતા. હું તો શિરીન માટે કહું છું.’

ફિરોઝ ફ્રેઝર અદબવાળી મૂંગો જમીનને ટીકતો ઉભો જ રહ્યો કે તે માતાએ ફરી ચાલુ કીધું.

‘ખરેખરી ગરીબ પોરી છે. કોઈ દિવસ કામને માટે ફફરી નથી, કે ગમે તેટલી હું ઘાટકી બનીછ તો સામો એક બોલ મને નથી કહી સંભળાવ્યો. પેલી મુઈ આયા તો તરત મોના પર આવતીતી ને ફિરોઝ, તુંબી તેણી સાથ કેટલો સખત થાયછ.’

મને ચોકકસ કારણસર થવું જ પડેછ, મંમા.’

‘એ બધા કારણો મને ખબર છે છોકરા, પણ તેમાં એ બચ્ચાંનો શું વાંક? મુવા વિકા વાઘે ના કહ્યું તો તેમાં પોરી શું કરે?’

‘એટલીસ્ટ શિરીને તો હા કહેવું હતું.’

‘હમણાં મારી પોરી હતે ને હું ના કહેતા તો મકદુર છે કે તેણી મારી વિ‚ધ્ધ જઈ પરણી શકે? સોળ વરસના બચ્ચાંની એમાં પસંદગીનો સવાલ જ કયાં હતો.’

‘પણ તે છતાં, મંમા, તેણી ઉંમરમાં આવે પછી મને પરણવા સા‚ં… ત્યાં વેર હું થોભી શકતે.’

તે બેટાએ ચેસ્તા સાથ સમજાવી દીધું, પણ આ બાજું ઝરી જુહાક મારામારીમાં કંઈ નીચા પડે તેમાંના હતાં જ નહીં કે તેવણે એક બેરીસ્ટરની અદાથી તે પોરી સામેનો કેસ લડવા માંડયો.

‘થોભવા નહીં થોભવાનો સવાલ જ કયાં હતો જે? તે બિચારા બચ્ચાંને લાચારીથી પોતાના પિતાને તાબે થયા વગર છુટકો જ નહીં હતો, ને તા‚ં જિગર કયે દહાડે એવું કપટીને ઘાટકી હતું, કારણ તું તો તારા બાપના જ જેવો હમેશ દયાળુ હતો ખ‚ંની?

‘વખત ઈન્સાનને બદલી શકેછ મંમા.’

‘પણ તે છતાં ખાનદાનનું ખમીર બદલાઈ શકાતું નથી, છોકરા, કોઈના પડતીના વખતમાં તેને ઉપરથી દુ:ખી કરી દહામ દેવા, તેમાં કંઈ ઉકમઈ લેવાની નથી પણ ઉલટી તે આપણી નબળાઈ દેખાડી આપેછ સમજ્યા કે?’

અને તે ઉમદા શીખામણો સાંભળતા ફિરોઝ ફ્રેઝરે ખરે જ અજાયબી પામતાં બોલી પડયો. ‘ને તમો પણ કેટલા બધા બદલાઈ ગયાછ મંમા, ને હવે તમો મારી આગળ શિરીન માટે કરાવવા શું માગોછ?’

‘વરી શું કરાવવા માગે છોકરા, જરા એની તરફ નરમાશથી જો ને કોઈ દહાડો તારી સાથ એનેબી કેઠે ફરવા લઈ જા. એમ તો તું સત્તર છોકરીઓ સાથે નાચેજની?’

એ સાંભળી તે બેટો ગમત પામતા હસી પડયો.‘વા‚ં મંમા, હું વિચાર કરી જોવશ.’

ને તે વિચાર ફિરોઝ ફ્રેઝરે તેજ દિવસે કરી તેને અમલમાં મૂકી દીધો. બપોરના ખાણા પછી શિરીન તેને પેસેજમાં જ મળી જતાં ફિરોઝ ફ્રેઝરે તેણીને જણાવી દીધું.

‘શિરીન, આજે ન્યુ-યર-ઈવનાં બોલ માટે આવવા સા‚ં હું તુંને ઓફર ક‚ંછ, તુંને આવવા ગમશે?’

એ સાંભળી તે બાળા ખુશાલીથી છાકટ થઈ ગઈ, પણ બીજીજ પળે પછી તે મુખડો ફરી દુ:ખી બની ગયો.

મોલી કામાની સાથે લવ કરી ખસુસ તેણીને દુ:ખી કરી પજવવાજ તે જવાને તેણીને તે બોલ માટેની ઓફર કીધી હશે.

(ક્રમશ)

Similar Posts

  • બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ (પ્રાથમિક વિભાગ) સ્કુલનો દ્રિતીય વખતનો ‘ફન ફેર’

    બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ (પ્રાથમિક વિભાગ) સ્કુલનો દ્રિતીય વખતનો ‘ફન ફેર’ ઉત્સાહ પૂર્વક ઉજવાયો અને પાંચ હજાર વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. તા. 22/12/17ના શુક્રવારના રોજ સુરત પારસી પંચાયત સંચાલિત બાઈ પી.એમ.પટેલ ગર્લ્સ પ્રાયમરી વિભાગના ધોરણ 5 થી ધોરણ 8માં  ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઉત્સાહી આચાર્યા શ્રીમતી ફરનાઝ હરવેસ્પ સંજાણા તેમજ સ્ટાફ મિત્રો સંગાથે…

  • હસો મારી સાથે

    થોડા દિવસ પહેલા હું ઈન્ટરનેટ પર એક છોકરીને મળ્યો. થોડી ઘણી ચેટ પછી અમારી મિત્રતા નેટ પરજ વધી. એક દિવસ અચાનક એનો મેસેજ આવ્યો કે મારા પતિ ઘરે નથી ને વરસાદ ખુબ પડે છે ને મને બીક લાગે છે તો તમે મને મદદ કરવા આવો. હું મૂંઝાયો, પણ મદદ તો કરવી પડે, એટલે મેં પૂછ્યું…

  • નટી ચોકો બોલ્સ

    સામગ્રી: 3 ટેબલ સ્પૂન કાજુનો અધકચરો ભૂકો, 3 ટેબલ સ્પૂન શેકેલી શિંગનો અધકચરો ભૂકો, 5 ટેબલ સ્પૂન ક્ધડેન્સ મિલ્ક (મિલ્કમેઈડ) 3 ટેબલ સ્પૂન કોકો, 2 ટી સ્પૂન બટર, 4 ટેબલ સ્પૂન સૂકા કોપરાનું છીણ, 1 થી 2 ટેબલ સ્પૂન દૂધ, 3 ટેબલ સ્પૂન આઈસિંગ શુગર, વેનિલા એસેન્સ. રીત: ક્ધડેન્સ મિલ્ક, કોકો, બટર તથા 1 ટેબલ…

  • હસો મારી સાથે

    કસરત કરવી, દારૂ ન પીવો, સાદુ ભોજન લેવું, આ બધાથી તમારું આયુષ્ય ચોક્કસ જ વધશે. પણ ધ્યાનમાં રાખો કે આ બધા વર્ષ તમારી વૃદ્ધાવસ્થામાં વધશે, યુવાનીનાં નહીં! ભર ભર……. તું ગ્લાસ ભર. **** પતિએ પત્નીને મેસેજ મોકલ્યો. મારી જીંદગી આટલી સુંદર અને ખૂબસૂરત બનાવવા માટે તારો આભાર. હુ આજે જે પણ છું ફક્ત તારે કારણે…

  • ફિલ્ડ માર્શલ સામ માણેકશાને શ્રદ્ધાંજલિ

    27મી જૂન, 2022 ના રોજ, જે ફિલ્ડ માર્શલ સામ માણેકશાની પુણ્યતિથિ નિમિત્તે, મુંબઈમાં કોલાબા છાવણી ખાતે એચ કયુ એમ જીઅને જી એરિયા દ્વારા પુષ્પાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સામ બહાદુર (સામ ધ બ્રેવને) શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેઓ પ્રેમપૂર્વક જાણીતા હતા – ભારતના સર્વકાલીન યુદ્ધના મહાન અનુભવીઓમાંના એક. આ કાર્યક્રમનું સંકલન સામાજિક કાર્યકરો…

  • કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

    જો તેની ઉપરથી જાદુઈની અસર તે કાઢી નાખી હતે તો આજ સુધીમાં હું સાજો થઈ મારી જબાન વાપરી શકે. ઓ જાદુગર! મેં જે ચુપકીદી અકથ્યાર કીધી છે તેનો મૂળ સબબ એજછે.’ ત્યારે તે જાદુગર રાણીએ કહ્યું કે ‘તારી મરજી રાખવા માટે તું એ બાબમાં જેમ ફરમાવે તેમ કરવાને હું તૈયાર છું. શું તારી મરજી એમ…