યઝદી બહેરામનું મૃત્યુ, બેદરકારી બદલ કૅરટેકર અને પુત્રની ધરપકડ

મંગલ ગાયકવાડ નામના કૅરટેકર અને તેમના પુત્રની તાજેતરમાં જ મુંબઈ પોલીસ દ્વારા ગુનાહિત કાવતરૂ અને અપરાધપૂર્ણ હત્યા ન હોવાના આરોપમાં બીમારીની અવગણના કરવામાં ઈરાદાપૂર્વકની બેદરકારી બદલ અટક કરવામાં આવી હતી. જેના પરિણામે 8મી ઑક્ટોબર 2020ના રોજ દાદરમાં તેમના નિવાસ સ્થાને 77 વર્ષની વયે યઝદીઅર એડલ બહેરામ સાહેબનું અવસાન થયું.

ગયા વર્ષે 15 ડિસેમ્બર 2021ના રોજ આ કેસ નોંધવામાં આવ્યો હતો જે પછીથી માટુંગા પોલીસને તેની મિલકત હડપ કરવાના ઈરાદાથી ગંભીર માંદગી હોવા છતાં તેમને હૉસ્પિટલમાં લઈ જવાનું ટાળ્યું હોવાનું જાણ થઈ. કાનુની તપાસ બાદ માટુંગા પોલીસે કૅરટેકરની ધરપકડ કરી હતી. બહેરામ સાહેબના અવસાન બાદ તરતજ તેમની સંભાળ રાખનાર કૅરટેકર ગાયકવાડે તેમના દાદર પારસી વસાહતના ઘરનું ઈલેક્ટ્રિક મીટર તેના નામ પર ટ્રાન્સફર કર્યું.

તેમના પત્નીના મૃત્યુ બાદ અંધેરીમાં રહેતી બહેરામની પુત્રી નતાશા શેઠનાની દેખરેખ માટે ગાયકવાડને રાખવામાં આવ્યાં હતા. શેઠનાઓ માટુંગા પોલીસને આપેલા નિવેદન મુજબ 5 ઑક્ટોબર 2020ના રોજ બહેરામ ગંભીર રીતે બીમાર થઈ ગયા જે કારણોસર ગાયકવાડે તેમના ફેમેલી ડૉક્ટરને ફોન કરી બોલાવ્યા ડૉક્ટરે તેમના સહાયક ડૉક્ટરને તપાસવા માટે મોકલ્યા. સહાયક ડૉક્ટરને બહેરામની હાલત ગંભીર જણાતા તેમણે બહેરામને હૉસ્પિટલમાં લઈ જવા જણાવ્યું. તેમણે તબિબી સહાયકની અવગણના કરી અને લોકોને એવી અફવા ફેલાવી કે તે બહેરામ સાથે સંબંધ ધરાવે છે.

આ ઘટના ત્યારે બહાર પડી જ્યારે ગાયકવાડ અને તેનો પુત્ર અંતિમ સંસ્કાર માટે મૃતદેહને ડુંગરવાડી લઈ ગયા.

ત્યાંના પાદરી જે તેમના પરિવારને જાણતા હતા તેમણે તેમના પુત્રીને ફોન કર્યો અને જાણ કરી કે એક મહિલા જે તેમની પત્ની હોવાનો દાવો કરે છે અને તેમના પિતાની અંતિમ વિધિ કરી રહી છે.

હાલમાં બન્ને ગુનેગારો જામીન પર છૂટ્યા છે અને ઈન્વેસ્ટિગેશન ટીમ ખાનગી ડૉક્ટરની તપાસમાં છે જેણે તેમને મૃત્યુનું બનાવટી પ્રમાણપત્ર બનાવવામાં મદદ કરી હતી.

Similar Posts

  • કુમી ઇલાવિયાને 105માં જન્મદિવસની શુભેચ્છાઓ!

    સમુદાય વતી, પારસી ટાઇમ્સ, કુમી અદી ઇલાવિયાને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આનંદ અનુભવે છે, જેમણે હાલમાં 105માં વર્ષનો જન્મદિન ઉજવ્યો! કોલકાતામાં 8મી જુલાઈ, 1917ના રોજ જન્મેલા, શતાબ્દીના વતની મધ્ય પ્રદેશમાં રહેતા કુમીના લગ્ન મરહુમ અદી ઇલાવીયા સાથે થયા હતા અને બરોડામાં સ્થાયી થવા પહેલા તેઓ તેમના કુટુંબના માર્ગદર્શિકા હતા. પારસી ટાઇમ્સ સાથે વાત કરતા, કુમી ઇલાવિયા…

  • માસિનાની નવીનતમ શ્રેષ્ઠ આરોગ્ય સંભાળની પહેલ: એમએચબી60 પ્રોજેકટ

    માસિના હોસ્પિટલની નવીનતમ એમએચબી 60 અથવા માસિના હાર્ટ બ્રેઇન 60 પ્રિઝર્વેશન પ્રોજેકટ એ ઇમર્જન્સી રિસ્પોન્સ સુવિધા છે જે શંકાસ્પદ હાર્ટ એટેક અથવા સ્ટ્રોકથી પીડાતા દર્દીઓ માટે આરોગ્ય સેવા માટેના કોલ દ્વારા સક્રિય કરવામાં આવે છે. સમર્પિત હેલ્પલાઇન નંબર 9833333611 આ પ્રોજેકટનો મુખ્ય મુદ્દો હશે. આ નંબર પર કોલ કરવાથી ડોકટરની સાથે, સંપૂર્ણ સજ્જ એડવાન્સ લાઇફ…

  • Your Moonsign Janam Rashi This Week –
    17 February, 2018 – 23 February, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ખર્ચાઓ ઓછા કરવાનો વિચાર કરશો ત્યાં ડબલ ખર્ચ થઈ જશે. તેમછતાં તમને અફસોસ નહીં થાય. ઓપોઝિટ સેકસની સહાયતાથી તમારા અટકેલા કામ પૂરા કરી શકશો. લગ્ન થઈ ગયેલા હશે તો ધણી-ધણીયાણીમાં પ્રેમ ખૂબ જ વધી જશે. રોજબરોજના…

  • બેપ્સી નરીમાનનું નિધન

    સિનિયર એડવોકેટ – ફલી એસ. નરીમાનના પત્ની અને સુપ્રીમ કોર્ટના જજ – જસ્ટિસ રોહિન્ટન એફ. નરીમાનના માતા, ખૂબ જ પ્રિય અને આદરણીય બેપ્સી નરીમાન, 9 જૂન, 2020 ના રોજ, નવી દિલ્હીમાં 89 વર્ષની વયે અવસાન પામ્યા. રાંધણકળામાં જીનિયસ, એક સફળ લેખક અને સ્વતંત્ર સ્ત્રી, બેપ્સી કુટુંબ અને મિત્રોને ખૂબ વહાલ અને પ્રેમ કરતા હતા તે…

  • બીકણ સસલી

    બીકણ સસલીને માથે ચણીબોર પડયું અને એ ગભરાઈને ‘દોડો! દોડો!’ આકાશ તૂટી પડયું એમ બોલી ઝડપથી દોડવા લાગી અને એને જોઈ બીજાં પ્રાણીઓ પણ દોડવા લાગ્યા એવી જરીપુરાણી વાર્તા લખી હું મારા પ્રિય વાંચકોને બોર કરવા માગતો નથી. તમારી સમક્ષ એવી ‘સસલી’ની વાત કરવા માંગુ છું કે જે ઉસ્તાદો કા ઉસ્તાદ પહોંચેલ માયા અને ભલભલાંને…

  • કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

    તે બોલ્યો કે નમને કહે કે આ દગલબાજ જાદુગરણી કયાં રહે છે? તથા તેનો નામેકાર યાર, જેને તેના મરણની આગમચથી કબરમાં નાખી રાખ્યો છે તે પણ કયા છે? તે શાહજાદાએ જવાબ દીધો કે ખોદાવંદ! મેં જેમ તમોને આગળ કહ્યું તેમ માહેતમ મહેલમાં એક ગુંબજવાળી ઘોરમાં તેને રાખેલો છે અને જે તરફથી દાખલ થવાનો માર્ગ છે…