મટર કબાબ

સામગ્રી: 1 સમારેલી પાલકની ઝુડી, પાંચસો ગ્રામ વટાણા બાફેલા, બે લીલા મરચા સમારેલા, એક ચમચો આદુ સમારેલુ, મીઠુ સ્વાદ મુજબ, પા ચમચી મરી પાઉડર, ચાટ મસાલો, 4 બ્રેડ સ્લાઈસ, સાકર, લીંબુ, તેલ, રવો અથવા ચોખાનો લોટ.
રીત: મિક્સર જારમાં પાલક, આદુ, લીલા મરચા, બ્રેડ ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો. વટાણાને અધકચરા ગ્રાઈન્ડ કરો. આ મિશ્રણમાં મીઠુ, ચાટ મસાલો અને મરીનો પાઉડર મિક્સ કરો. તેમાં સાકર અને લીંબુ ઉમેરો. હવે તેમાંથી ટિક્કી બનાવી લો. આ ટિક્કીને રવો અથવા ચોખાના લોટમાં રગદોળી લો. નોનસ્ટીક પેનમાં થોડુ તેલ લો અને ટિક્કીને બન્ને બાજુ પલટીને તળી લો. તૈયાર છે મટર કબાબ. કેચઅપ અથવા ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *