થોડું ચલાવી લેતા પણ શીખો!!

હું અને સીલ્લુ પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધી સાથે ભણ્યા. અમારા બંને વચ્ચે દોસ્તી પણ સારી. પણ લગ્ન પછી બંને વચ્ચે કોઈ કોન્ટેક્ટ ન રહ્યો, એનું કારણ સીલ્લુના માથે ખૂબ જવાબદારી. જોઈન્ટ ફેમિલી અને એના એકલીના માથે જવાબદારી. દિયર પોતાના લગ્ન પછી જુદો રહેવા ગયો. દીકરો પણ મોટો થઈને વહુ સાથે બીજા શહેરમાં સેટ થઈ ગયો. પણ સીલ્લુની જવાબદારી ક્યારેય ઓછી ન થઈ..
જ્યારે જ્યારે અમે બીજી ફ્રેન્ડ્સ મળીએ ત્યારે એને પણ બોલાવતાં પણ એને કશુંક તો કામ આવી જ જતું અને એ ક્યારેય ન આવતી. પછી અમે એને પૂછવાનું બંધ કર્યું.
હવે વાતના મુખ્ય મુદ્દા પર આવું. દસ – બાર દિવસ પહેલાં ખબર આવ્યા કે સીલ્લુ હવે આ દુનિયામાં નથી. બે-ત્રણ દિવસ તો મારા આઘાતમાં ગયા, પછી એના જ ફોન પર રીંગ કરી તો એના ધણી રૂસ્તમ ફોન ઉપાડ્યો અને કહ્યું કે કોરોનાના કારણે તે હવે નથી. થોડી દિલસોજી વ્યક્ત કરી એ દિવસે તો મેં ફોન મુકી દીધો. રૂબરૂ જવાનો તો કોઈ સવાલ નહોતો! ગઈકાલે પાછો ફોન કર્યો કે એના વગર આખું ઘર અટવાઈ પડ્યુ હશે, અને કોઈ કામકાજ હોય તો વાત કરી લઉં.
મારા આશ્ર્ચર્ય વચ્ચે રૂસ્તમે કહ્યું, રોશની, શું જનાવું હું તમુને, હા, એની ખોટ તો સાલે છે, પણ ધીમેધીમે બધું સેટ થઈ રહ્યું છે. ઘરે રસોઈવાળા બેન રસોઈ બનાવી જાય છે, ઘરકામ કરવાવાલી બાયનેે થોડા રૂપિયા વધુ આપીશ એટલે એ બધું જ કરી દેશે. મારા મમ્મીનું ધ્યાન રાખવા એક નર્સ આખો દિવસ આવે છે. જે એમને દવાઓ પણ આપે અને મમ્મીની સેવા પણ કરે છે. મેં હવે થોડું મારા મિત્રમંડળીમાં જવાનું ચાલું કર્યું છે જેથી મને આખો દિવસ ઘરમાં કંટાળો ન આવે. રીહાન મારો દીકરો અને રીયા મારી વહુુ આટલા દિવસ સુધી અહીં જ હતા, કાલે જ ગયાં!
હવે મારી આંખો સામેથી આટલાં વર્ષો એક ફિલ્મની જેમ પસાર થઈ ગયાં. સીલ્લુ પોતાના માટે એક ક્ષણ જીવી નથી શકી. રૂસ્તમે જો આ વસ્તુ પહેલાં કરી હોત તો સીલ્લુ થોડું પોતાના માટે જીવી શકી હોત. અને આજે? એના વગર આખું ફેમિલી સેટ થઈ ગયું!
હું તમને જવાબદારીથી દૂર ભાગવાની વાત નથી કરી રહી, પણ એવું પણ માની લેવાની જરૂર નથી કે મારા વગર આખા ઘરની કે ઘરની વ્યક્તિઓની શું હાલત થાય! કોઈકવાર પોતાના માટે જીવવામાં કોઈ ગુનો કે અપરાધ નથી. અને જીવન છે, ત્યાં સુધી થોડું જીવી લેવું, મૃત્યુ પછી બધા લહેર કરવાના જ છે! કોઈવાર દીકરાને કે પતિને આપણા હાથની દાળ નહીં મળે તો એમાં કશું ખાટું – મોળું નહીં થઈ જાય! જયા સુધી બધા ને સાચવશો સારા લાગશો, નહીં હોવ ત્યારે બધા પોતાને સાચવી જ લે છે. આજની મારી માનસિક સ્થિતિ પ્રમાણે લખ્યું છે, કશું ખોટું હોય તો માફી ચાહું છું.
– દોલી પટેલ

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    07 April, 2018 – 13 April, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયુંજ શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી આ અઠવાડિયામાં અપોજીટ સેકસ સાથે સારા સારી રહેશે. લોકો તમારા ખરાબ સમયમાં સાથ આપશે. ઉતરતી શુક્રની દિનદશામાં તમારા ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી લેજો નહીં તો આવતા અઠવાડિયાથી સુર્યની દિનદશા તમારા કામ બગાડી નાખશે….

  • Jimmy Mistry Felicitated By Governor For Covid Relief Work

    Trailblazing entrepreneur and Founder of Della Adventure and Resorts, Jimmy Mistry, was felicitated by the Governor of Maharashtra – Shri Bhagat Singh Koshyari, at a ceremony held at the Raj Bhavan, honouring Corona warriors, by Bhamla Foundation, alongside Asif Bhamla – President, Bhamla Foundation and Prince Lakshyaraj Singh Mewar of Udaipur. Mistry was honoured for…

  • WZCC WE Holds Webinar On Hobby Becoming A Profession

    The Women’s Wing of World Zarathushti Chamber of Commerce (WZCC-‘WE’ Wing) organized an interesting webinar on April 23, 2022, titled, ‘How My Hobby Turned Into My Profession’, which was well attended by members and guests from around the world. In her welcome speck, Behroze Daruwalla, Global Chair of the WZCC Women’s Wing, mentioned that though hobbies…

  • દુઆ નામ સેતાયશ્ની

    આપણે 2019ની છેલ્લા દિવસોની સફર કરી રહ્યા છે. ચાલો આપણે આપણું દૈનિક ફરજીયાત પૂર્ણ કરવા માટે અંતિમ પ્રાર્થનાથી પ્રારંભ કરીએ (ફરજિયાત દૈનિક પ્રાર્થના પાઠ) ‘દુઆ નામ સેતાયશ્ની’. હું પ્રાર્થના કરૂં છું કૃપાળુ, ક્ષમા કરનાર અને પરમ કૃપાળુ ભગવાન અહુરા મઝદાને આનંદની મહિમા આપું છું. અહુરા મઝદાના પવિત્ર નામની પ્રશંસા જે કાયમ હતો, કાયમ છે અને…