આવાં અરદવીસુર અનાહિતાબાનુ, તેજસ્વી આવાં યઝદ

કાલે આવાં રોજ છે. દાદાર અહુરામઝદાએ કરેલી રચના, બધા હમદીનો ભીખા બહેરામના કુવા પર જઈ પ્રાર્થના કરશે. આવાં અરદવીસુર અનાહિતા બાનુ જે આપણા વહેતા પાણીની રક્ષા કરે છે જે અન્ય માનવજાત, પ્રાણીઓ, ઝાડ-પાન તથા પ્રવાહી જીવનને ટકાવી રાખવા અત્યંત જ‚રી છે. આપણે જરથોસ્તીઓ પ્રકૃતિના તમામ સ્વ‚પો જે દૈવી ઉર્જા સાથે આવ્યા છે તેમની પ્રાર્થના દ્વારા દાદાર અહુરામઝદાની પ્રાર્થના કરીએ છીએ આવા યઝદને ખાતરી છે કે આપણે સુરક્ષિત છીએ કારણ વહેતા પાણીમાં દાદાર અહુરમઝદની શક્તિઓ છુપાયેલી છે અને આપણે આપણા જીવનમાં આનંદ, સારા સ્વાસ્થ્ય, સમૃધ્ધિથી સુરક્ષિત છીએ. આવાં નીઆએશ કહે છે કે ‘હું અહુરા મઝદા, અરદવીસુરાના શક્તિશાળી બળનો રચનાર છું.’

આવાં શબ્દ એ અવેસ્તન શબ્દો ‘આપસ’ અને ‘આપમ’ પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ‘પાણી.’

‘અરદવી’ વર્ણવે છે હિવાઈન દેવદૂતની ક્ષમતા જે આપણને આધ્યાત્મિક અને સંપૂર્ણ ભૌતિ તરફ દોરી લઈ જાય છે.

‘સુરા’ તેના હથિયારોનો ઉલ્લેખ કરે છે વહેતા પાણી જેમાં છલકાતા ઈલેકટ્રોમેગ્નેટિક દળોનો સમાવેશ થાય છે.

‘આવાં યશ્ત’ અથવા ‘આવાં નીઆએશ’ની માત્ર હાવન, રપીથવન અને ઉજીરન ગેહમાંજ પ્રાર્થના કરવી જોઈએ કારણ નકારાત્મકતા સમીસાંજ પછી પ્રાણીસ્ત્રોત નજીક પ્રવર્તે છે.

આવાં યઝદ જેમણે સોનાથી એમ્બ્રોઈડરી કરેલું આવરણ પહેરેલ છે જેના કાનમાં સોનાના ઈયરિંગ્સ છે જેના ચાર ખૂણાઓ છે. તે ચાર ઘોડાવાળા રથ એટલે કે પવન, વરસાદ, વાદળ અને કરાનો વરસાદવાળા રથ પર બીરાજમાન છે. અને તેમને આબોહવાના કોઈ તત્વોનો અવરોધ નડતો નથી.

અમા‚ં હૃદય આવાં યઝદ માટે  રાજમહેલ સમાન છે કારણ અમે જરથોસ્તી ધર્મનું પાલન કરનાર છીએ અને અમારા હૃદયમાં છે ફકત સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો જેનું અમે હંમેશા પાલન કરીએ છીએ.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    23 June, 2018 – 29 June, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. આજ ને કાલનો દિવસજ શાંતિમાં પસાર કરી શકશો. બાકી તો 25મીથી 28 દિવસ માટે મંગળની દિનદશા તમારી તબિયતને સારી નહીં રખાવે. થોડીઘણી બેદરકારી તમને લાંબી બીમારી આપી જશે. ભાઈ-બહેનની સાથે મતભેદ પડતા રહેશે. તમે શાંતિથી બેસવા માંગતા હશો તો મનની શાંતિ નહીં…

  • જીવંત માણસ સિન્ડોમ

    ઓફિસની પાર્ટી થયા પછી સાગર ઘરે જતો હતો. પાર્ટી રાત્રે 12.30વાગ્યા સુધી ચાલી હતી. સાગર બે બીયર પીને ટુન થઈ ગયો હતો. ડીજે એકદમ મસ્ત હતો. સાગરને આજે નિશા સાથે ડાન્સ કરવા મળ્યો હતો તેના લીધે તે આજે આજે હવામાં ઝૂમી રહ્યો હતો. નીતિન: મને લાગે છે બીયર તને ચઢી ગઈ છે, તું કહે તો…

  • મેંગો કસ્ટર્ડ હલવો

    સામગ્રી: 1 વાટકી કેરીનાં પીસ, 1/2 વાટકી ખાંડ, 1/2 વાટકી કસ્ટર્ડ પાવડર 4 એલચી નો પાવડર, 6 કાજુ, 6 બદામ, 10 પિસ્તા, 15 કિસમિસ. રીત: પેલા ખાંડને મિક્સચરમાં પીસી લેવી હવે એમાં કેરીનાં પીસ નાખી ફરી પીસી લેવુ, હવે એમાં જ કસ્ટર્ડ પાવડર નાખી ફરી એક વાર પીસી લેવુ હવે તૈયાર પલ્પ ને કડાઈમાં લઇ…

  • શાહ જમશીદ તરફથી નેતૃત્વના પાઠ

    ઝોરાસ્ટ્રિયન ઇતિહાસકાર અને ધાર્મિક વિદ્વાન, નોશીર દાદરાવાલા, શાહ જમશીદના મુલ્યવાંન નેતૃત્વના પાઠ શેર કરે છે જે આજે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે! દંતકથા અનુસાર, તે ઐતિહાસીક પેશદાદ રાજવંશના મહાન રાજા જમશીદ હતા જેમણે નવરોઝ (ન્યુ ડે) ના સ્પ્રિંગ ફેસ્ટિવલની ઉજવણીની પરંપરા શરૂ કરી હતી. આ દિવસ આ વિશ્ર્વ માટે વધુ સારા આવતીકાલની ઉજવણી અને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08th August – 14th August, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. તમારા રોજના કામ વીજળી વેગે પૂરા કરી શકશો. તમારા શત્રુઓને મીઠી જબાન વાપરી પોતાના કરી લેશો. જે પણ કામ કરતા હશો ત્યાં થોડી મહેનત કરવાથી ઇન્કમ વધારી શકશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે.દરરોજ…

  • એક ગાલીચાના સાઠ હજાર રૂપિયા તેણે આપ્યા!!

    આ સાંભળી સૌ ખડખડ હસી પડયા! શાહજાદો ઘણો વિસ્મય પામ્યો પણ પોતે કંઈ નવાઈ જેવી ચીજની ખરીદી કરવા આતુર, અને પાસે ખૂબ પૈસો, એટલે તે લાખ રૂપિયા પણ આપી શકે એમ હોવાથી, તેણે પેલા ગાલીચા વેચનારને કહ્યું કે ‘જો તું કહે છે તે ખરૂં છે એવી મારી ખાતરી કરી દે તો, હું તું માગે તેટલું…