જન્મ તારીખને આધારે ભવિષ્યવાણી

 જો તમારો જન્મ જુલાઈની ૧૬મી તારીખે થયો હોય તો…

તમારા જીવનમાં કોઈ પણ વ્યક્તિનો અચાનક મેળાપ થશે અથવા તૂટી જશે. તમને વારસાગત મિલકતનો લાભ નહીં મળે. આત્મવિશ્ર્વાસથી દરેક કાર્યો કરી શકશો. બુધ્ધિપૂર્વક દરેક કાર્યનો નિકાલ લાવશો. તમે લાગણીશીલ

હશો. જીવનની શ‚આતમાં નાણાકીય સ્થિતિ ખરાબ હશે. બીજાઓને ઉપદેશ આપી શકશો. તમારે કોઈના પર આંધળો વિશ્ર્વાસ મૂકવો નહીં. વાંચ્યા વગર કે સમજ્યા વગર સહીસિક્કા કરવા નહીં, પૈસાની લેવડદેવડ સમજીને કરવી, નહીં તો પસ્તાવાનો સમય આવે. તમને પ્રવાસનો શોખ હશે. તમે સા‚ં ભાષણ આપી શકશો. નવા ક્ષેત્રમાં કે નવી જગ્યાએ તમે વર્ચસ્વ જમાવી શકશો. તમારાં લગ્ન ૨૫થી ૩૪ વર્ષની વચ્ચે થશે, જે લગ્નજીવનની મીઠાશ જાળવી રાખશે. શારીરિક પ્રકૃતિ નબળી રહેશે, પરંતુ જો તમે નિષ્ઠાથી કાર્ય કરવાની ધગશ રાખશો તો એમાં જ‚રથી સફળ થશો. બીજા કરતાં અલગ પ્રકારની માંદગી આવશે, ખાસ કરીને કમળો, ઈન્ફલુએન્ઝા, પાંસળીનો દુખાવો વગેરેથી તકલીફ થશે.

શુભ રંગ: પીળો, શુભ નંગ: પોખરાજ, આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૭, ૧૧, ૧૬, ૨૩, ૨૫, ૩૨, ૩૪, ૪૧, ૪૩, ૪૮, ૫૨, ૫૬, ૬૧, ૭૦.

Similar Posts

  • આબેગાન – જીવન સ્ત્રોત તરીકે પાણીની યાદમાં ભુલાઈ ગયેલો તહેવાર

    જશન-એ આબેગાન અથવા ફક્ત આબેગાન એ એક પ્રાચીન ઈરાની તહેવાર છે જે પાણીને પ્રકૃતિના સૌથી અમૂલ્ય ખજાના તરીકે યાદ કરવા અને અનાહિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજવામાં આવે છે, જે પાણી, ફળદ્રુપતા અને સમૃદ્ધિને સોંપવામાં આવે છે. પ્રાચીન ઈરાનમાં, પાણી – જીવનનું તત્વ, ખૂબ જ પવિત્ર માનવામાં આવતું હતું અને લોકો માનતા હતા કે તેઓએ ક્યારેય…

  • પાદશાહ કેરસાસ્પ

    અવસ્તામાં કેરસાસ્પને સામના ખાનદાનનો જણાવ્યો છે. તે ઘણો જ બહાદુર અને જોરાવર બાજુનો અને લશ્કરની સામે થનાર તથા ગોર્ઝ રાખનાર જણાવ્યો છે. એ મર્દાનગીના કૌવતમાં જોરાવર માણસોમાં ઘણો જ જોરાવર ગણાતો હતો. તેમજ તેણે ખૂદાઈ ‘નૂર’ પણ મેળવ્યું હતું. એણે સોનેરી એડીવાળા ‘ગન્દરેવ’ નામના દેવને તેમજ ‘અરેજોષગ્ન’ અને ‘સ્નાવિદક’ નામના રાક્ષસ તથા બીજા અનેક લટા‚…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    20 April, 2019 – 26 April, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 4થી મે સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી તમે માથાના દુખાવાથી કે આંખની બળતરાથી પરેશાન થશો. સરકારી કામમાં સફળતા નહીં મળે. બપોરના સમયે માથાનો બોજો વધી જશે. ખોટી વ્યક્તિ તમને પરેશાન કરી મૂકશે. વડીલવર્ગની તબિયતની ચિંતા અચાનક આવી જશે. મોઢા સુધી આવેલું કામ…

  • ગંભારોનું સાચું મહત્વ અને સુસંગતતા

    તાજેતરના સમયમાં, આપણે કમનસીબે ગંભાર શબ્દને ઘટાડી એક કપટી બનાવી દીધો છે. રાજકીય આકાંક્ષાઓ ધરાવનાર વ્યક્તિઓ દ્વારા હોસ્ટ કરવામાં આવેલા ગંભારો હંમેશા ભૂખ્યા સમુદાયને લલચાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારના ગંભાર મુખ્યત્વે લોકોને ઇવેન્ટમાં આવવા માટે લલચાવવા માટે છે – સામાન્ય રીતે ત્યાં થોડા કંટાળાજનક વક્તાઓ હોય છે અને…

  • મીઠાઈવાલા અગિયારીની 107મી શુભ સાલગ્રેહની ઉજવણી

    આદર મહિનો, આદર રોજને તા. 22મી એપ્રિલને દિને સવારે આતશ પાદશાહને માચી અર્પણ થઈ હતી, સાલગ્રેહ પ્રસંગે અગિયારીના મકાનને ફુલ તોરણો ચોકથી શણગારવામાં આવ્યું હતું. સવારે 9.30 કલાકે ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુઝારીનું જાહેર જશન પંથકી એરવદ હોરમઝદ અ. દાદાચાનજીના વડપણ હેઠળ નવ મોબેદ સાહેબોની હમશરીકીથી થયું હતું, ત્યારબાદ હમ-બંદગી થઈ હતી. સાંજે પાંચ કલાકે સ્ટાફ…

  • ભગવાનની કાબેલિયત

    એક ચર્ચની પાછળ આવેલ આસોપાલવ જેવા એક પાતળા ઊંચા ઝાડ પર બિલાડીનું સાવ નાનકડું બચ્ચું ચડી ગયું હતું. ચર્ચના પાદરી તેમ જ એમનો મદદનીશ માણસ એને ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ એમની કોશિશથી ગભરાઈ ગયેલું બચ્ચું વધારે ઊંચે ચડી જતું હતું. અચાનક પાદરીને એક વિચાર આવ્યો. ઝાડની સહેજ ઊંચેની ડાળી સાથે એક દોરી બાંધીને…