શું થવા બેઠું છે ખબર નથી

શરાબની લતે ચઢેલો માનવી,

દીગમ્બર થઈ નાચે તો નવાઈ નહિ

જુગારી સ્વ પત્નીને દાવમાં મુકે

તો તાજુબ નહિ

લંપટ પોતાના કુટુંબને લજવે તો અચરજ પામશે નહિ

ભારતની પવિત્ર ભૂમિ, પરદેશીઓ અભડાવે તો નવાઈ નહિ

પાયા વિનાની ઈમારત કયારે ભસ્મીભૂત થાય કહેવાય નહિ

ઝેરીલો માણસ કયારે ઝેર ઓકશે કહેવાય નહિ

સત્તાખોરના હાથમાંથી ખુરશી કયારે છટકી જશે કહેવાય નહિ

‘માલ્યા’ જેવા મફત ખાનારા, હજીયે કેટલા પાકશે, નવાઈ નહિ

લક્ષ્મી ચંચળ છે, એકબીજાના હાથમાંથી કયારે સરકી જાય, ખબર નથી.

‘દીયા ઓર બાતી’ સુનામીની આંધીમાં બુઝાઈ તો નવાઈ નહિ.

ભારેલો અગ્નિ કયારે રાખ થઈ જશે તે ખબર નથી.

‘હાય-ફાય’ નારી લગ્ન મંડપમાંથી કયારે નાસી જાય તો નવાઈ નહિ.

ગર્દભના સહવાસથી મનુષ્ય લાત મારતા શીખે તો નવાઈ નહિ.

Similar Posts

  • શિરડીમાં સાઈ ઈન્ટરનેશનલ મેરેથોન

    સાઈ બાબા, જેમણે 15મી ઓક્ટોબર, 1918ના રોજ સમાધી લીધી હતી.વિશ્ર્વનાં આદરણીય સંતની 100મી વર્ષગાંઠની ઉજવણી માટે આ વર્ષે 15મી ઓક્ટોબરે શિરડીમાં સાઈબાબા સંસ્થાના ટ્રસ્ટ, શિરડી મહાનગર પાલિકા, એમ.ટી.ડી.સી. અને ચેમ્પ એન્ડ્યુરેન્સે સૌ પ્રથમ વખત ‘સાઈ ઇન્ટરનેશનલ મેરેથોન’ ગોઠવવા માટે હાથ મિલાવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં, બોલીવુડના અભિનેતા અજય દેવગણ – જે…

  • દાદાભાઈ નવરોજીનું પુણ્યસ્મરણ

    30મી જૂન, 2020 ના રોજ, લંડન પોસ્ટે પ્રકાશિત કર્યું હતું કે લંડન ઈંગ્લેન્ડની પોલીટીકલ પાર્ટી એ દાદાભાઈ નવરોજી એમપીનું સન્માન કરવું જોઈએ. ગુજરાતમાં જન્મેલા અને મુંબઇમાં શિક્ષિત, નવરોજી 1892માં સેન્ટ્રલ ફિન્સબરી મત વિસ્તાર (જેમાં મુસવેલ હિલનો સમાવેશ થાય છે) માટે લિબરલ સાંસદ તરીકે ચૂંટવામાં આવ્યા હતા, તેમ છતાં તત્કાલિન ક્ધઝર્વેટિવ વડા પ્રધાન લોર્ડ સેલિસબરીએ જાહેર…

  • સફળ કેમ થશો?

    રઘુ એક ભીખારી હતો. રઘુ કોઈપણ ટ્રેનમાં બેસી જઈને મુસાફરો પાસેથી ભીખ માંગતો. અમુક લોકો તેને ભીખ આપતા તો અમુક લોકો તેને ભીખ ન આપતા. ક્યારેક રઘુને ભીખમાં સારું એવું મળી જતું જેનાથી તે આખો દિવસ ભોજન કરી શકતો. તો ક્યારેક પૂરતું ન મળવાથી તેને ભૂખ્યો પણ રહેવું પડતું. એક વખત ભીખ માંગતા માંગતા તે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    03 June – 09 June 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે ઘરમાં કોઈ સારા કામકાજ કરવામાં સફળ થશો. કામકાજનું પ્રેશર ઓછું રહેશે. ચંદ્ર તમારા મનને શાંતિ આપશે. હાલમાં ડીસીઝન લેવામાં મુશ્કેલી નહીં આવે. ધનની કમી નહીં આવે. મનને શાંત રાખીને બીજાની મુશ્કેલીઓ ઓછી કરશો. હાલમાં 34મુ નામ…

  • ડુંગરવાડીની બેનેટ બંગલીનું નવીનીકરણ

    26મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ડુંગરવાડી ખાતે નવીનીકરણ કરાયેલ બેનેટ બંગલી (નંબર 5 અને 6) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બંગલીના બંને હોલમાં બે જશન વાડિયાજી આતશ બહેરામના મોબેદો દ્વારા એક સાથે કરવામાં આવ્યા હતા. જશનની વ્યવસ્થા ડોનરો કાલાગોપી અને અડાજનીયા પરિવારો દ્વારા કરવામાં આવી હતી. જશન અને બંગલીઓના ઉદ્ઘાટનમાં ડોનરોના પરિવારો, બીપીપી ચેરપર્સન આરમઈતી તિરંદાઝ…

  • કરાચીની બીવીએસ પારસી સ્કુલ જમશેદી નવરોઝની યાદ અપાવે છે

    આંતર-વિશ્ર્વાસ સંવાદિતાને પ્રોત્સાહિત કરવા પ્રતિબદ્ધ, કરાચી (પાકિસ્તાન)માં આવેલી બીવીએસ પારસી હાઇ સ્કુલના આચાર્ય – કેરમીન પારખના માર્ગદર્શન હેઠળ, બીવીએસ પરિવાર તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી કરે છે. તેમની વાર્ષિક પરંપરા ચાલુ રાખતા, આ વર્ષે પણ, બીવીએસના જરથોસ્તી પરિવારે શાળામાં 19મી માર્ચ, 2021ના રોજ જમશેદી નવરોઝને ઉત્સાહથી ઉજવ્યો. ઉજવણી શરૂ કરતા પહેલા, જરથોસ્તી સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અહુરા…