એક સુંદર સંદેશ

એક વૃધ્ધ નદી કિનારે બેઠા હતા. ત્યાં એક વ્યક્તિ આવીને પુછે છે : શું કરો છો?
વૃધ્ધ કહે : રાહ જોઉં છું કે, નદીનું પાણી વહી જાય તો નદી પાર કરી લઉં!
ત્યાં એ વ્યક્તિ કહે : કેવી વાત કરો છો, આ બધું પાણી વહી જાય એની રાહમાં તો તમે ક્યારેય નદી પાર નહીં કરી શકો!
વૃધ્ધ કહે : હું પણ તમને એ જ સમજાવવા માંગું છું કે, તમે લોકો જે હંમેશાં કહો છો કે, જિંદગીની જવાબદારીઓ પુરી થાય તો મોજ કરૂં, ક્યાંક ફરવા જાઉં, બધાને મળું, સેવા કરૂં, બસ, જે રીતે નદીનું પાણી ક્યારેય પુરું નહીં થાય, જીવનના કામો પૂરાં થશે જ નહીં, ને સમય મળશે જ નહીં!
આપણે જ નદી પાર કરવાનો રસ્તો કાઢવો પડે છે.
તે જ રીતે, જિંદગી જીવવાનો અને માણવાનો સમય કાઢવો પડે. જિંદગીનાં કામ ક્યારેય પુરાં નથી થતાં! માટે આજને જ જીવી લઈએ, કાલની ક્યાં કોઈને ખબર છે?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *