બાળપણમાં પાછા જઈએ…

બાળપણમાં ખુલ્લી અગાસી પર સુતા હતા, પણ ફોટો પાડવાનો યાદ નહોતો આવ્યો. ન તો પાણીપુરીનો ફોટો લીધો કે ન તો બરફનો ગોલા ચૂસવાનું રેકોર્ડિંગ કર્યું. વગર એસી વાળી ટ્રેનમાં શાક ને થેપલા, સાથે પાણીની માટલી, એના પણ ક્યાં ફોટા લીધા, પણ હા એક એક પળ બરાબર યાદ છે કારણકે કદાચ, એ સમયે તસવીરો દિલમાં છપાતી હતી, કેમેરામાં નહી. હા અને ઘડિયાળ જો હોય તો ફક્ત પપ્પા પાસે જ હોય, પરિવાર પાસે ફક્ત સમય જ સમય હતો.
રીસેસમાં ફક્ત લંચ બોક્સના નહિ, આપણે લાગણીઓના ઢાંકણાં પણ ખોલતા. કિટ્ટા કર્યા પછી, ફરી પાછા બોલી જતા, એમ ફરી એક વાર બોલીએ, ચાલ ને યાર, એક જૂની નોટબુક ખોલીએ, ચાલુ ક્લાસે એકબીજાની સામે જોઈને હસતા હતા, કોઈપણ જાતના એગ્રીમેન્ટ વગર, આપણે એકબીજામાં વસતા હતા.
એક વાર મારું હોમવર્ક તેં કરી આપ્યું હતુંં, નોટબુકના એ પાનાને મેં વાળીને રાખ્યું હતું. હાંસિયામાં જે દોરેલા, એવા સપનાઓના ઘર હશે, દોસ્ત, મારી નોટબુકમાં આજે પણ તારા અક્ષર હશે. એક પણ પ્રશ્ર્નન પૂછ્યા વગર જ્યાં આપણા આંસુઓ કોઈ લૂછતું હતું.
એકલા ઉભા રહીને શું વાત કરો છો? એવું ત્યારે ક્યાં કોઈ પૂછતું હતું? ખાનગી વાત કરવા માટે સાવ નજીક આવી, એક બીજાના કાનમાં કશુંક કહેતા હતા, ત્યારે ખાનગી કશું જ નહોતું, અને છતાં ખાનગીમાં કહેતા હતા, હવે બધું જ ખાનગી છે પણ કોની સાથે શેર કરૂં?
નજીકમાં કોઈ કાન નથી. દોસ્ત, તું કયા દેશમાં છે? કયા શહેરમાં છે? મને તો, એનું પણ ભાન નથી. બેાકસના ખોખાને દોરી બાંધીને ટેલીફોનમાં બોલતા, એમ ફરી એક વાર બોલીએ, ચાલ ને યાર, એક જૂની નોટબુક ખોલીએ..

Similar Posts

  • The Power Of Prayer In Scientific Recovery!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Dr. Danesh D. Chinoy is a leading Health and Wellness Coach, Sports Physiotherapist and Psychologist. He is dedicated to helping all to heal holistically and remain fighting fit for life. Providing eye-opening and ground-breaking insights into Wellness, Dr. Chinoy’s two-decades’ rich expertise has won him innumerable awards, nationally and globally. His mission…

  • શિરીન

    તે બેટો પોતાની નજર નીચે જમીન પર રાખી, પોતાના હાથની અદબવાળી કશું જ બોલી શકયો નહીં કે ફરી તે માતાએજ ઝનુનથી બોલવા માંડ્યું. ‘દીકરાના આવા બાદશાહી મહેલ કરતા મારા ગરીબડા ધણીની ઝુપડીમાં હું ઘણી સુખી હતી, કારણ ત્યાં માન ને ઈજ્જત હતા.’ ને પછી તે માતા વધુ બોલી શકીજ નહીં. એકદમ હાર્ટમાં દુખાવો થઈ આવી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    16 July – 22 July 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. નાની બાબતમાં ગરમ થઈ જશો. તમારી તબિયતની ખાસ સંભાળ લેજો. હાઈપ્રેશરથી પરેશાન થતા હો તો દવા લેવામાં બેદરકાર રહેતા નહીં. ઘરવાળા સાથે મતભેદ થતાં વાર નહીં લાગે. બીજાઓ તમારો…

  • PT TECH By Yazdi Tantra: Share Your Current Location – Google Maps

    Very often, we need to share our current location with a friend or relative. Either it is to direct them to where you are, or in some cases, in an emergency. Google Maps now has an option to share your current location with anyone immediately. Just open the Google Maps app and go to the hamburger menu…

  • Letters To The Editor

    Excellent Parsi New Year Issue Kudos to the team of Parsi Times for delivering another superb Bumper New Year Issue yet again. Your advertisements were absolutely right – your special issues are indeed collector items. Me and my whole family were very excited and delighted to read all the articles which truly celebrated our wonderful…