થાણેના પટેલ અગિયારીના કુવા પાસે આવાં યઝદ પરબની ઉજવણી કરવામાં આવી

0123મી માર્ચ, 2023ના રોજ, થાણેના જરથોસ્તીઓ પટેલ અગિયારી ખાતે શુભ આવાં રોજ અને આવાં મહિનાની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા, જેમાં અગિયારીના પવિત્ર કુવા પાસે હમબંદગી સાથે જશન કરવામાં આવ્યું હતું. જરથોસ્તીઓએે સવારે કુવા પર ફુલ, નાળિયેર, દારની પોરી અને દિવો પ્રગટાવ્યો હતો.

સાંજના સમયે, પવિત્ર કુવાને તેની ચારે બાજુ ફૂલોના તોરણોથી સુશોભિત કરવામાં આવ્યો હતો, જે કુવાને ભવ્ય દેખાવ આપતો હતો. એરવદ કેરસી સિધવા અને એરવદ આદિલ સિધવાએ અગિયારી ખાતે સાંજે 4:40 વાગ્યે જશન કર્યું હતું, જેમાં કામકાજનો દિવસ હોવા છતાં સારી સંખ્યામાં જરથોસ્તીઓએ હાજરી આપી હતી.

જશન પછી સૌ પટેલ અગિયારીના પવિત્ર કુવા પાસે ભેગા થયા હતા જ્યાં એરવદ કેરસી સિધવાએ આવાં અર્દવિસુર બાનુનો આભાર માનવા માટે હમબંદગીનું નેતૃત્વ કર્યું હતું. આ પછી એરવદ સિધવાએ હાજર રહેલા તમામ અને તેમના પરિવારોને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ આપ્યા હતા તથા એકતા જાળવી રાખવા અને આવાં યઝદના આશીર્વાદ મેળવતા રહેવાની વિનંતી કરી હતી.

આયોજક ટીમના સભ્યો પૈકીના એક ગોદરેજ સચિનવાલાએ પટેલ એપાર્ટમેન્ટના રહેવાસીઓને આ પવિત્ર કુવાની ઉપયોગીતા વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ 250 વર્ષથી વધુ વર્ષ જૂનો કૂવો હોવાને કારણે હજુ પણ દરેક ઋતુમાં પાણી પુરૂં પાડે છે અને તેથી દરેક વ્યક્તિએ તેની સારી કાળજી લેવી જોઈએ અને પાણીનો બગાડ ટાળવો જોઈએ. ત્યારબાદ જરથોસ્તીઓને પવિત્ર ચાસની, હળવા નાસ્તા અને હળવા પીણાં પીરસવામાં આવ્યા હતા. એકંદરે, થાણેના જરથોસ્તીઓ માટે આ એક આશીર્વાદ અને યાદગાર દિવસ હતો.

Similar Posts

  • પ્રેમ એ આપવાની ચીજ છે!

    ઈશુ ખ્રિસ્ત એક વખત યાત્રાએ નીકળ્યા હતા. સાથે કેટલાક અનુયાયીઓ હતા. જ્ઞાનની અને ભગવાનની વાતો કરતાં કરતાં આગળ વધતા હતા. એવામાં એક અનુયાયીએ પૂછ્યું, ‘પ્રભુ! તમે તમારા લગભગ દરેક પ્રવચનમાં વારંવાર કહો છો કે પ્રેમ કરો. પાડોશીને પણ પ્રેમ કરો. દુશ્મનોને પણ પ્રેમ આપો.’ ‘સાચી વાત છે, પ્રેમથી પ્રેમ વધે છે.’ ‘તમારી એ આજ્ઞા માથે…

  • | |

    Your Moonsign Janam Rashi This Week –
    02nd January – 08th January, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ઘરવાળા તમને જરાબી સાથ સહકાર નહીં આપે. તમે જે કરતા હશો તેમાં તમારૂં મન નહીં લાગે. નાણાકીય બાબતમાં કોઈના પર વિશ્ર્વાસ મુકતા નહીં. અગત્યની ચીજ વસ્તુની સંભાળ રાખજો….

  • Education Awards 2018 Ceremony By BBRWA

    Bharucha Baug Residents’ Welfare Association (BBRWA), organised ‘Education Awards’ on 1st December, 2018, to encourage young students and felicitate teachers for their contribution towards this noble profession. The event witnessed fifty students from Bharucha Baug and fifteen teachers felicitated with certificates, medals, cash prizes and trophies. Attended by Chief Guest, Yazdi Desai and wife, Anahita Desai;…

  • Parsee Gymkhana Holds Arm Wrestling Tourney

    Parsee Gymkhana (PG) conducted its second ‘All Zoroastrian Men and Women Arm Wrestling Competition’, registered and recorded under the Maharashtra Arm Wrestling Association Nagpur, at the gymkhana grounds in Mumbai on 18th November, 2017. Organized by Rustom Jasoomoney, Minoo Khan, Khodadad Yazdegardi and Vivek Chaphekar, and sponsored by Veldon Coats, Wibbs Bakery, Zoroastrian Cooperative Bank,…

  • બીપીપી દ્વારા ડુંગરવાડીનું પુન:સ્થાપન

    સમુદાયના સભ્યોને એ જાણીને આનંદ થશે કે, તાત્કાલિક નવીનીકરણ માટે આપણી સૌથી પવિત્ર ડુંગરવાડીની જરૂરિયાતનું બીપીપીએ ગંભીરતા અને ખંતપૂર્વક ધ્યાન આપ્યું છે. આપણા સમુદાયના સભ્યોના ઉદાર પ્રતિસાદ બદલ આભાર, જેમણે આ ભવ્યના સંપૂર્ણ નવીકરણ માટે ફાળો આપ્યો, ત્રણસો વર્ષ જુની સ્થાપના જે આપણા વહાલા મૃતકોને અંતિમ વિશ્રામ અને સ્થાન આપવા ઉપરાંત સમુદાયના સભ્યોને સાંત્વના અને…