કુમી વાડિયાને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ મુર્મુ તરફથી પદ્મશ્રી એવોર્ડ મળ્યો

6ઠ્ઠી એપ્રિલ, 2023ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે સિવિલ ઇન્વેસ્ટિચર સમારોહમાં પદ્મ પુરસ્કાર 2023 એનાયત કરવામાં આવ્યા હતા. ભારતના રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુ, જેમણે આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ 106 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી હતી, તેમને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને
પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા હતા.
જાન્યુઆરીમાં પારસી ટાઈમ્સે પ્રજાસત્તાક દિવસના સન્માનની જાણ પદ્મશ્રીના રૂપમાં કરી હતી – જે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનું એક છે – અમારા બે અનુકરણીય સમુદાયના સભ્યો – કુમી નરીમાન વાડિયા અને અરીઝ ખંબાતા (મરણોત્તર) ને આપવામાં આવ્યા હતા.
કુમી વાડિયાને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 89
વર્ષીય કુમી વાડિયા આંતરરાષ્ટ્રીય સ્તરે કોરલ મ્યુઝિકના કંડક્ટર તરીકે અને વિશ્વભરમાંથી, ખાસ કરીને ભારતમાંથી નવા સંગીતના તેમના પ્રથમ પ્રદર્શન માટે ઓળખાણ આપનાર તથા એક સમય દરમિયાન જ્યારે પશ્ચિમમાં પણ મહિલા કંડક્ટર દુર્લભ હતા, ત્યારે કુમી વાડિયાએ ભારતની પ્રથમ મહિલા કંડક્ટર તરીકે ધૂમ મચાવી હતી.
પારસી ટાઈમ્સ પદ્મશ્રી કુમી નરીમાન વાડિયાને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન આપે છે!

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *