|

તમારા પપ્પા તમારા માટે હમેશા ઉપલબ્ધ હોય છે!

દર વર્ષે રાજુના પપ્પા ઉનાળાની રજાઓ ગાળવા માટે તેને તેની દાદી પાસે લઈ જતા અને તેઓ બીજા દિવસે તે જ ટ્રેનમાં ઘરે પરત ફરતા અને રાજુ ત્યાં મહિનો રહેતો અને તેના પપ્પા તેને ફરી લેવા આવતા. એક દિવસ રાજુએ તેના પપ્પાને કહ્યું: હું હવે મોટો થઈ ગયો છું. શું હું દાદીમાના ઘરે એકલો ન જઈ શકું? ટૂંકી ચર્ચા પછી, પપ્પાએ સ્વીકાર્યું. ટ્રેન ઉપડવાના સમયે પપ્પાએ તેમના પુત્રને વિદાય આપી અને તેને બારીમાંથી કેટલીક ટીપ્સ આપી. રાજુએે તેમને કહ્યું: હું જાણું છું! મને તમે કેટલી સલાહ આપશો. બસ કરો!!
ટ્રેન રવાના થવાની તૈયારી હતી અને તેના પપ્પાએ તેના કાનમાં ગણગણાટ કર્યો: દીકરા, જો તને મુસાફરી દરમિયાન બીક લાગે અથવા અસુરક્ષિત લાગે તો આ ચિંઠ્ઠી સાંચજે એમ કરી એક કાગળની ચિંઠ્ઠી તેના શર્ટના ખિસ્સામાં મૂકી. હવે રાજુ પોતાની ઈચ્છા મુજબ ટ્રેનમાં એકલો બેઠો હતો, પહેલીવાર તેના પપ્પા વગર. તેણે બારીમાંથી પસાર થતી લીલોતરી, ખેતરો, ઝાડો જોયા અને કુદરતની પ્રસંશા કરી પરંતુ તેની આસપાસ, કેટલાક અજાણ્યા લોકો ધક્કામુકી કરતા હતા. તેઓ એકબીજાની મશ્કરી કરતા હતા સાથે સાથે ગાળો પણ બોલતા હતા અને રાજુની બોગીમાં અવાર નવાર આવ જા કરતા હતા.
ટીકીટ ચેકરે તેને એકલા મુસાફરી વિશે કેટલીક ટિપ્પણીઓ કરી. રાજુને હવે પસાર થતી દરેક મિનિટે ખરાબ લાગતું હતું અને તે સ્પષ્ટપણે ડર અનુભવતો હતો. તેણે માથું નમાવ્યું તેણે પોતાને એકલો અનુભવ્યો, આંખોમાં આંસુ આવી ગયા અને તેને તેના પપ્પાની યાદ આવી ગઈ. તેને યાદ આવ્યું કે તેના પપ્પાએ જતી વખતે ખિસ્સામાં કંઈક મૂક્યું હતું. ધ્રૂજતા, તેણે તેના પિતાએ તેને શું આપ્યું હતું તે ખિસ્સામાં હાથ નાખી તે કાગળની ચિઠ્ઠી કાઢી. તેના પર લખ્યું હતું: દીકરા ગભરાતો નહીં હું તારી પાછળની બોગીમાં જ બેઠો છું. તે ક્ષણે, રાજુના આનંદની કોઈ સીમા ન હતી!
આ જીવન છે. આપણે આપણા બાળકો પર વિશ્ર્વાસ કરવો જોઈએ. પરંતુ તેઓને સમાજમાં કેવી રીતે રહેવું તે શીખવવાનું કામ પણ આપણું જ છે. આપણે હમેશા તેમની પાછળની બોગીમાં રહેવું જોઈએ જો તેઓને મદદની જરૂર હોય અથવા જો તેઓ સામે મુશ્કેલીઓ આવે અને તેઓને સમજ ના પડે કે શું કરવું તેવા સમય આપણે તેમની નજીક રહેવું જોઈએ. આપણે આપણા બાળકો માટે હમેશા ઉપલબ્ધ હોઈએ છીએ, ખાસ કરીને પપ્પા!

Similar Posts

  • કમ્યુનીટી ન્યુઝ

    પ્રોફેટ ઝોરાસ્ટરનો જન્મદિવસનું ઈરાનમાં અવલોકન કરવામાં આવશે 25 ડિસેમ્બર, 2019 ના રોજ, ઇરાનની સાંસ્કૃતિક ક્રાંતિની સુપ્રીમ કાઉન્સિલે, ઝોરાસ્ટરના જન્મદિવસ સહિત 10 રાષ્ટ્રીય પ્રસંગોનું પાલન કરવાની યોજના અપનાવી હતી, જેને તેઓ સૌથી પ્રાચીન ઇરાની પ્રબોધક તરીકે ગણે છે. સાંસ્કૃતિક ક્રાંતિની સુપ્રીમ કાઉન્સિલના સેક્રેટરી, સઈદ-રેઝા અમેલીએ જણાવ્યું હતું કે 10 નવા પ્રસંગોની ઉજવણી કરવાની યોજનાના સંદર્ભમાં ઝોરાસ્ટરનો…

  • Yazdi Karanjia Honoured With Prestigious Padma Shri By President Kovind

    On 8th November, 2021, our very own Yazdi Naoshirwan Karanjia, the exceptionally talented, leading stage actor and personality of Gujarati and Parsi theater, was awarded the most prestigious Padma Shri, India’s top civilian honour, by President Kovind, at a glittering ceremony held at the Rashtrapati Bhavan in New Delhi, for his unparalleled contributions in the…

  • લગ્નજીવન

    અદી અને ખોરશેદ ના લગ્ન જીવનને 25 વર્ષ આજે પૂરા થયાં હતા. બંને ધણી ધણીયાણી એકદમ ખુશીથી એકબીજા સાથે રહેતા. તેઓ સમુદાયમાં એક આદર્શ કપલ બનીને જ રહ્યા હતા. સવારથી અદી અને ખોરશેદ બન્ને ઘણાજ ખુશ હતા. દીકરા વહુને પણ ખબર હોવાથી આજે સ્પેશિયલ નાસ્તો પણ તૈયાર હતો, બંને પતિ પત્ની સાથે બેસીને નાસ્તો કર્યો….

  • Poshan Jagrukta Abhiyaan Held by MOMA And WCD

    Poshan Jagrukta Abhiyaan (Nutrition Awareness Campaign), organized by the Union Ministry for Minority Affairs (MOMA) and Ministry for Women and Children Development (WCD), aims at increasing awareness about the need for proper nutrition for women from minority communities – especially adolescent girls, pregnant women and lactating mothers. On 6th September, 2021, women, children and youth from…

  • 2020 ના અંત સુધીમાં એસઆઈઆઈ દ્વારા કોવિડ -19 રસી

    તાજેતરના મીડિયા ક્રિયાપ્રતિક્રિયા મુજબ, વોલ્યુમ દ્વારા રસી બનાવવાની વિશ્વની સૌથી મોટી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) ના સીઈઓ આદર પૂનાવાલાએ શેર કર્યું છે કે વર્ષના અંત સુધીમાં કોવિડ 19 ની રસી પહોંચાડી શકશે. એસઆઈઆઈએ આયુષ્માન ભારત યોજના અંતર્ગત મુખ્ય અને અગ્રતા ક્ષેત્રમાં, સરકાર દ્વારા (ફક્ત 1000 રૂપિયામાં) રસી સપ્લાય કરવાની યોજના બનાવી છે, જે…