પપ્પા એટલે કોણ?

તમે જે છત નીચે આજે સૂરક્ષીત રહો છો! મજા કરો છો – સૂખ ચેનમાં છો એ ઈમારતનો પાયો એટલે પપ્પા! માટે એમ કયારે પણ નહીં કહેતા કે તમને ખબર ના પડે કે તમે ચૂપ રહો!! હંમેશા માન-સન્માન આપજો.
સવારથી સાંજ બહાર રહેતું એક વ્યક્તિ. ઘરમાં બારીનું સર્જન કદાચ પપ્પા માટે જ થયું હશે. કારણકે પપ્પા જેટલી વાટ કોઈની જોવાતી નથી. પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળે છે. દરેક તહેવાર અને પ્રસંગમાં ઘરમાં સૈાથી છેલ્લી એન્ટ્રી થાય એ પપ્પા.
જેને સૈાથી વધુ તડકા વેઠ્યા હોય, અને કડકડતી ઠંડીમાં જે સૈાથી વધુ વખત વાહન ચાલક બન્યા હોય તે પપ્પા હોય છે. ગંજીફામાં જોકરનું પાનું એટલે પપ્પા. જે ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય. એ ક્યારેક ડ્રાઇવર બને, ક્યારેક પ્લમ્બર, ક્યારેક કુલી બની જાય તો ક્યારેક દિકરીનો ઘોડો. ભલે સરહદ પર નથી હોતા પરંતુ દરેક પપ્પા સૈનિક ચોક્કસ હોય છે. એની મજબૂત ભુજાઓમાં આખું ઘર હુંફ અને સલામતી અનુભવે છે.
પપ્પા એટલે પીપળાનું વૃક્ષ, સૈાથી વધુ ઓક્સિજન આપે, પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારૂં સાસરૂં ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા એવા વડીલ જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે. તમે કાચી કે પાકી પણ છત આપી છે. તેથી આપણે શાંતિની નિંદર માણી રહ્યા છે. પપ્પાના કઠોર હૃદયની પાછળ છૂપાયેલી કોમળતા ને ઠેસના પહોંચાડતા !!
પપ્પા ને કદાચ તમારી નવી ટેકનોલોજી કે નવી આઇ.ટી ની દૂનિયામાં સમજ ના પડે અથવા ઓછુ ફાવે તો હળવેક થી વ્હાલ કરીને સમજાવજો પણ કયારે પણ એવું ના બોલતા કે તમને ખબર ના પડે! ચૂપ રહો !! ખાસ કરીને, મમ્મી ની હાજરીમાં કે તમારી વહુ કે છોકરા – છોકરીઓની હાજરીમાં તો નહી જ !!! કેમ, કે તમારી ગેરમોજૂદગીમાં પપ્પા સાથે ઘણા અપમાનજનક વર્તુણુંક તમારા છોકરા કે છોકરી કે વહુઓ કરતા થઈ જશે. માટે આવી પળ કયારે પણ ના આવવા દેતા.

Similar Posts

  • 86th Salgreh Of Panchgani Dar-E-Meher

    The 86th Salgreh of the Seth Nanabhoy Bejonji Chokshi Dar-e-Meher in Panchgani was celebrated on 22nd April, 2017 (Adar Mah, Adar Roj), with the Agiary florally decorated. A Havan Geh Machi was performed, followed by the main celebrations commencing at 4:30 pm, when the trustees of the Panchgani Agiary, the Zarthostis of Panchgani, Mahableshwar and…

  • ઉદવાડામાં લૂંટ

    તા. 4થી ઓકટોબર, 2019ની વહેલી સવારના અરસામાં, ઉદવાડામાં રહેતા ભરડા પરિવારની માલિકીનું મકાન તોડીને સોનાના દાગીના, રોકડ (રૂ. 1.5 લાખ) અને અન્ય કિંમતી ચીજો લૂંટી લેવામાં આવી હતી. ઉદવાડાના સૌથી લોકપ્રિય ઈરાની બેકરીના માલિક, રોહિન્ટન જાલ ઈરાનીના સાસરાપક્ષના મકાનમાં સંપૂર્ણ તોડફોડ કરવામાં આવી હતી. ઘરેલુ મદદ દ્વારા રોહિન્ટન ઇરાનીને સવારે લૂંટની જાણ કરવામાં આવી અને…

  • શિક્ષક દિવસ વિશેષ – હેપી ટીચર્સ ડે

    શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષકની એ ધરા હોય છે, જે વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    25 March – 01 April 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઘરવાળા પાછળ ધારેલ કરતા વધુ ખર્ચ કરવો પડશે. ખર્ચ કર્યા પછી તમને કોઈપણ જાતનો અફસોસ નહીં થાય. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. ગામ પરગામ જવાથી મનને વધુ આનંદ મળશે. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કરી શકશો. દરરોજ…

  • લેપટોપ સાથેની મારી રિલેશનશીપ

    એક દિવસ અમારા ‘લેપટોપ બાપુ’ ટેબલ પરથી પડી ગયા. પણ પડતા વેત જ ડાઈરેક્ટ ઉભા થઇ ધૂળ ખંખેરી ચાલવા માંડ્યા. મતલબ કે રીસ્ટાર્ટ થઇ ને પાછું જેમ હતું એમ ચાલવા માંડ્યું. રાતે શટડાઉન કરીને સુઈ ગયો. માણસ ને જેમ મુંઢમાર લાગે અને દુખાવો સવારે થાઈ એમ લેપટોપનો દુખાવો પણ સવારે દેખાણો. સવારે ‘હાર્ડ ડિસ્ક રીડ…