સીનિયર સિટિઝનને લક્ષમાં લેવા જેવું

‚સ્તમ આજે ૭૫ વર્ષ વટાવી ચુકયા હતા. બેન્કમાં નોકરી કરતા હતા એટલે પેન્શન તો આવતું જ હતું. એમણે એમના બાળકોની પરવરીશ પણ ઘણી જ સારી રીતે કરી હતી. સવારે ગાર્ડનમાં જ્યારે તેઓ અને તેમના મિત્રો જમા થતા ત્યારે એક દિવસ એમણે હસી ને કહ્યું,  જુઓ, ભાઈ, મારા આ બંને પુત્રો રોજ મારાં ખબરઅંતર પૂછવા આવે છે. આમ તો હું મા‚ં બધું કામકાજ કરી લઉં છું. પણ ક્યારેક જ‚ર પૂરતું કામ હું એમને પણ સોંપું છું. બંને દીકરા ભૂલ્યા વિના મેં સોંપેલું કામ અચૂક કરી આવે છે. હવે જો હું એમણે મારા માટે કરેલો ખર્ચ ચૂકવી ન આપું તો વહેલામોડા ક્યારેક એમના મનમાં એવો ભાવ પેદા થાય ખરો કે દર વખતે પપ્પા મને જ કામ સોંપે છે અને મારે જ ખર્ચ કરવો પડે છે. બીજા ભાઈ પણ પપ્પાના ખર્ચનો આવો ભાર ઉપાડવો જોઈએ, એવો ભેદભાવ એના મનમાં પ્રગટે, મારી પાસે પૂરતા પૈસા છે એટલે જો હું એને એણે ખર્ચેલી રકમ પાછી આપું તો દર વખતે મા‚ં સોંપેલું કામ કરવામાં બંનેમાંથી એકેયના મનમાં કોઈ પ્રકારનો આવો ભાવ પેદા જ ન થાય. બંને હોંશપૂર્વક મા‚ં કામ કરે. અને અંતે હું એમને જે કંઈ આપું છું એ મારી હયાતી પછી એમનું જ છે ને! એ રકમ એમને પહેલાં મારા ખર્ચના માટે આપું છું એમાં ખોટું શું છે?

‚સ્તમે પોતાના વ્યવહારિક વર્તનથી જે બોધપાઠ શીખવ્યો છે એ એમના વર્ગમાં આવતા તમામ વરિષ્ઠ નાગરિકોએ ધ્યાનમાં લેવા જેવો છે. આપણને ગમે કે ન ગમે, પરિવારમાં હોવું એક વાત છે અને માનવ પ્રકૃતિની મર્યાદા સમજવી એ બીજી વાત છે. એવા સંખ્યાબંધ કિસ્સાઓ આપણે જાણીએ છીએ કે દીકરાના લગ્ન થતાં બાપ અને દીકરા વચ્ચે થોડું અંતર તો આવી જ જાય છે અને કયારે કયારે સંબંધો એટલા વણસે છે કે પરસ્પર એકબીજાનાં મોં જોવાનું પણ પસંદ કરતા નથી. આ સમયે બધા જ પક્ષો જૂના સુસંવાદિતાનાં કાળમાં પોતે કેટલું જતું કર્યું હતું, પોતે કેટલું સહન કર્યું હતું  આવી અનેક નાની મોટી વાતો હક્કદાવાપૂર્વક યાદ આવતી હોય છે. પરતું બાપ હમેશા પોતાના પુત્રને સુખી જોવા માંગે છે જે તકલીફો તેણે સહન કરી હોય છે તે નથી ચાહતો કે પોતાના દીકરા પણ તકલીફો ભોગવે.

વૃદ્ધોનાં ચિત્તને પીડિત કરે એવી બીજી એક અવસ્થા એમની નવરાશ છે. તમારે હવે શું કામ છે? ત્યારે એનો અર્થ તો એટલો જ થતો હોય છે કે તમારી પાસે હવે કશું કામ નથી. તમારી પાસે કરવા જેવું કંઈ કામ નથી. આ વાત સાચી નથી. આર્થિક વળતરની અપેક્ષા વિનાનાં કેટલાંય કામો કરવા જેવાં છે, આર્થિક વળતર આપણને એક જાતનો સંતોષ પ્રેરે છે. જો સંતોષ કે આનંદ એ જ અંતિમ ઉદ્દેશ હોય તો આર્થિક વળતરની અપેક્ષા વિના પણ એ મેળવી શકે છે અને ખ‚ં કહીએ તો અહીંથી જ કામની શ‚આત થાય છે.

Similar Posts

  • હસો મારી સાથે

    એક આધેડ ઉંમરના ભાઇએ હોસ્પીટલમાં ડોકટરને કહ્યું સાહેબ મારી સારવારમાં સુંદર, જુવાન નર્સને જ રાખજો જરૂર પડે હું વધારે પૈસા આપવા તૈયાર છું. ડોકટર: કાકા આ ઉંમરે, તમે શું બોલો છો તેનું કઇ ભાન છેકે નહી ? કાકા: ડોકટર સાહેબ તમે ઊંધું સમજ્યા મારે બે દીકરા છે નર્સ દેખાવડી હશે તો બેઉ નાલાયકો સવાર સાંજ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    11th January – 17th January, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારૂં મગજ એક જગ્યાએ સ્થિર નહીં રહે.  તમારા વિચારો નેગેટિવ રહેશે. જે પણ કામ કરશો તેમાં સફળતા નહીં મળે. ઘરવાળા કે મિત્રો નાની બાબતમાં નારાજ થશે. રાહુ તમારા જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરશે. કોઈની સાચી સલાહ આપશો તો તમારાથી…

  • જન્મ તારીખને આધારે ભવિષ્યવાણી

     જો તમારો જન્મ જુલાઈની ૧૬મી તારીખે થયો હોય તો… તમારા જીવનમાં કોઈ પણ વ્યક્તિનો અચાનક મેળાપ થશે અથવા તૂટી જશે. તમને વારસાગત મિલકતનો લાભ નહીં મળે. આત્મવિશ્ર્વાસથી દરેક કાર્યો કરી શકશો. બુધ્ધિપૂર્વક દરેક કાર્યનો નિકાલ લાવશો. તમે લાગણીશીલ હશો. જીવનની શ‚આતમાં નાણાકીય સ્થિતિ ખરાબ હશે. બીજાઓને ઉપદેશ આપી શકશો. તમારે કોઈના પર આંધળો વિશ્ર્વાસ મૂકવો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    18 February – 24 February 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને કોઈપણ જાતની ચિંતા નહીં સતાવે. રોજ બરોજના કામ પુરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. નોકરી કરતા હશો ત્યાં ધનલાભ મલવાના ચાન્સ છે. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો. શુકનવંતી તા….

  • શિરીન

    ‘પણ…પણ ફિલ, તેમાં મારા ભાઈનો શું વાંક?’ ‘વેલ, હંમેશ એકની શિક્ષા બીજાને ખમવી પડતી હોવાથી, હું મારા પૈસાનાં જોરે તથા લાગવગથી જ‚ર જ એને પકડાવી આપી જેલમાં ધકેલી આપીશ તોજ રહીશ.’ તે ગરીબ બાળા ડચકાંઓ ખાઈ રહી. તેણીનું કોમળ જિગર જ જાણે ભાંગીને ભૂકો થઈ જતાં માલમ પડયું. હાલમાં તેણીનો વહાલો ભાઈ તેણીને હૈયે આવી…

  • તમે બીજાના કેટલા ઉપયોગમાં આવો છો?

    એક વખત એક માણસના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા. સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો. નોટે પુછ્યુ, આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?’ સિક્કાએ કહ્યુ, આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત થઇ નથી એટલે આપને જોવ છું. આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું…