શિરીન

‘જા ત્યારે, ને મેં કહ્યું છેતે યાદ રાખી હમણાંથી જ ફિરોઝને જણાવી દેજે.’

 

પછી વીજળી પેઠે શિરીન વોર્ડન ત્યાંથી વિદાય થઈ, પોતાનાં વહાલાની શોધમાં ગઈ. તેના એન્ગેજમેન્ટ તે જવાન તેણીને કહી મૂકતો હોવાથી તેણીને યાદ આવ્યું કે આજે તે સેનજરી કલ્બની મીટિંગ તથા ડીનરમાં જનાર હોવાથી હજી તે ઘરમાં જ હોવો જોઈએ.

 

બધે પૂછપરછ કરી અંતે તેણી પોતાના વહાલાને લાઈબ્રેરી ‚મમાં ડીનર માટેનાં ફૂલ ડ્રેસ-સુટમાં તૈયાર થયલો બેટેલો જોઈ, તેણીએ તે વાત કરવા ઈચ્છી.

 

‘ફિલ, આંય રવિવારે તમા‚ં કંઈ રાતનું એન્ગેજમેન્ટ છે, પ્લીઝ?’

 

‘કંઈ ખાસ પૂછવાનું કારણ, ડાર્લિંગ?’

 

પોતાની પાસે જ એક ખુરશી ખેંચી તે પર તેણીને બેસાડતાં તે જવાને અચરજ પામી પૂછી લીધું કે તે બાળાએ દુ:ખી જિગરે ફરી તે વિગત જણાવી નાખી.

 

એ સાંભળી ફિરોઝ ફ્રેઝર ચમકી ઉઠયો, પછી તેને ગંભીરાઈથી કહી સંભળાવ્યું.

 

‘તારાં ઘેરનાંને હું કદી પણ સ્ટેશન પર મુકવા આવી શકું ખરો શિરીન?’

 

‘પણ…પણ કાં નહીં, ફિલ?’

 

તેણીએ પોતાની નિર્દોષ ફરગેટ મી નોટ જેવી બ્લુ આંખો ઉઠાવી તે જવાન સામે જોઈ અચરતીથી પૂછી લીધું કે ફિરોઝ ફ્રેઝરે પોતાની નજર ટેબલ પર પડેલી ચોપડી તરફ ફેરવી નાંખી પછી તેને ઉંચા દમે કહી સંભળાવ્યું.

 

‘મેં તુંને માફ કીધીછ શિરીન, પણ તારા ઘેરના બીજા એકબી મેમ્બરને તેમ નહીં કરી શકતો હોવાથી મને તેઓ સાથ કશો જ સંબંધ રહ્યો નથી.

 

એ સાંભળી તેણીનો મુખડું કરમાઈ ગયું પછી તેણીએ એક નિસાસો નાખી બોલી દીધું.

 

‘ને…ને મને તો આશા હતી કે તમોને ખરબ પડતે તો તમો જ‚ર તે કોટેજ ખરીદી લેતે.’

 

‘કદી પણ હું તે ખરીદ કરી શકતે નહીં, શિરીન.’

 

આહ! શિરીન વોર્ડનને ખબર જ કયાં હતી જે પોતાનાં માનીતા ‘વોર્ડન વિલા’ પર કેવા તે જવાનના શ્રાપ પડયા હતા! તો પછી મફતમાંબી કોઈ તેને ઓફર કરે તો તે છતાં ફિરોઝ ફ્રેઝર તે કદી પણ સ્વિકારી શકે જ નહીં.

 

પછી તેણી કાકલુદીભર્યા અવાજ સાથ બોલી પડી.

 

‘ફિલ, ઓ ફિલ, એટલા મારે ખાતર સ્ટેશન પર નહીં આવો?’

 

તે આશકને દયા આવી ગઈ ને ત્યારે તેણીને પોતાના હાથમાં ખેંચી લઈ તે ચેરિઝ જેવા હોઠો પર એક મીઠી કિસ અર્પણ કરતાં તેને જણાવી દીધું.

 

‘ફકત તારે ખાતર હું સ્ટેશન પર આવશ ડાર્લિંગ, પણ હું મોટરમાં જ બેસી રહેવશ.’

 

એટલું પણ તે ગરીબ બાળાને ગનીમત કરી લીધું ને પછી તે વહાલાની ભૂરી આંખોમાં નિહાળી તેણી ઓશકથી બોલી પડી.

 

‘કેવું ઈચ્છું જ કે તમો મને પણ સાથે લઈ જઈ શકતાં હતે, ફિલ.’

 

‘ઘણાં જ ટૂંક વખતમાં હું તેમ કરી શકશ. મારી સ્વીટહાર્ટ.’

 

‘હા, પણ…પણ હંમેશ તમારી ગેસ્ટ તરીકે જતા મને શરમ પણ લાગી આવેછ ને…ને કલ્બોની મેમ્બર થવા તો મુદલ મને ગમતું જ નથી.’

 

(ક્રમશ)

Similar Posts

  • શિરીન

    ફિરોઝ ફ્રેઝર ભર ઉંઘમાં પડવાથી તે સાંભળ્યાજ નહી હોય તેમ તેનો ઉંડો શ્ર્વાસ લેવાનો અવાજ હજી ચાલુ જ હતો. ફરી પાછું શિરીન વોર્ડને તે રિપીટ કીધો કે આંય વખત ફિરોઝ ફ્રેઝરે ઝબકીને ઉઠી પૂછી લીધું. ‘કોણ છે?’ ‘હું..હું શિરીન છું.’ તે જવાને છલાંગ મારી ઉઠી તે બારણું ઉઘાડી નાખી, પછી ગભરાટથી બોલી પડયો. ‘શિરીન શું…

  • પીડા અને પ્રાર્થના

    ભૂલશો નહીં કે પૃથ્વી તમારા ખુલ્લા પગ અને ખુલ્લા વાળ સાથે રમવા માંગે છે. વૃક્ષો એ કવિતાઓ છે જે પૃથ્વી આકાશ પર લખે છે, અને તે નીચે પડી ગયા છે અને તેમને કાગળમાં ફેરવી દીધા છે કારણ આપણે આપણું ખાલીપણું તેમાં રેકોર્ડ કરી શકીએ. હું પર્વતની ટોચને પસાર કરી ગયો છું અને મારો આત્મા સંપૂર્ણ…

  • બરજોર મહેતા સીઈપીટી યુનિવર્સિટી, અમદાવાદ ખાતે પ્રમુખ તરીકે નિયુક્ત

    8મી મે, 2023ના રોજ, અમદાવાદ સ્થિત આર્કિટેકચર અને પ્લાનિંગ સંસ્થા, સીઈપીટી યુનિવર્સિટીએ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આયોજન શાળાના ભૂતપૂર્વ નિયામક, બરજોર મહેતાની 20 જાન્યુઆરી, 2024 થી શરૂ થતા પાંચ વર્ષની મુદત માટે નવા પ્રમુખ અને કાર્યકારી નિર્દેશક તરીકેની તેમની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. બરજોર મહેતા – એક આર્કિટેકટ અને શહેરી આયોજક, સિંગાપોરમાં સ્થિત પૂર્વ એશિયા…

  • ક્રિસમસ ટ્રીનો ઈતિહાસ

    25 ડિસેમ્બર દુનિયાભરમાં ક્રિસમસ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો ઘરની સજાવટ કરે છે અને ક્રિસમસ ટ્રી ઘરે લાવે છે. શું તમે જાણો છો કે ક્રિસમસ ટ્રીની પરંપરા ક્યાંથી શરૂ થઈ? ખ્રિસ્તી ધર્મ પહેલાનો ઈતિહાસ: ખ્રિસ્તી ધર્મ અસ્તિત્વમાં આવતાં પહેલા ઘણા સમયથી એવરગ્રીન એટલે કે આખું વર્ષ લીલા રહેતાં વૃક્ષો અને છોડનું લોકોના જીવનમાં ઘણું…

  • સાત અમેશાસ્પેન્તાનું મહત્વ

    આપણા કેલેન્ડર મુજબ અઠવાડિયાના સાત દિવસના નામ સાત અમેશાસ્પેન્તાના નામ પરથી રાખવામાં આવ્યા છે. આ સાત અમેશાસ્પેન્તાના પણ કેટલાક સહાયકો છે. જે તેમની ન્યાયી ફરજ નિભાવવામાં તેમની સહાય કરે છે. અમેશાસ્પેન્તાના મહત્વ નીચે મુજબ છે. 1) દાદર હોરમઝદ – ધ વિઝડમ એન્ડ ધ સ્પિરિટ ઓફ ગોડ (સ્પેન્તા મેન્યુ): દરેક માણસને અહુરા મઝદાના યોગ્ય હુકમો અનુસાર…

  • પારસી ગેટ મરીન ડ્રાઈવ પરથી સ્થાનાંતરિત કરવામાં આવશે

    30મી જૂન, 2020 ના રોજ, બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના અધિકારીઓના નાના પ્રતિનિધિ મંડળે ટનલ કામ માટે દરિયાકાંઠાના ‘પારસી ગેટ’ (મરીન ડ્રાઇવ, દક્ષિણ મુંબઇ) ધાર્મિક બંધારણના સ્થળાંતર અંગે ચર્ચા કરવા આપણા સમુદાયના થોડા સભ્યો સાથે મુલાકાત કરી. તે તેના મૂળ સ્થળેથી લગભગ એક કિલોમીટર દૂર સ્થળાંતર કરવામાં આવશે, જ્યાં દરિયાકાંઠાના રસ્તાની ઉત્તર-બાઉન્ડ ટનલ બનાવવામાં આવશે. બીએમસી…