તમે યુગથી યુગ અને વયથી વયમાં એક સમાન છો

Dasturji Dr. Manekji Naserwanji Dhalla
Dasturji Dr. Manekji Naserwanji Dhalla

તમે પરિવર્તન વિહિન છો, અહુરા મઝદા, અત્યારે અને હમેશા એક સમાન છો તમે ગુણાતીત (ભૌતિક વિશ્ર્વની મર્યાદાઓથી પર) છો અને બધાને ચલાવો છો છતાં તમે કોઈનાથી સંચાલિત નથી અનેકવિધ પરિવર્તનો વચ્ચે તમે એકલા જ પરિવર્તન વિહિન તથા અકબંધ-કોઈ અસર પામ્યા વિનાના છો. આસપાસનું બધું જ ક્ષય પામે છે પડવા માટે વૃધ્ધિ પામે છે. મૃત્યુ પામવા માટે જ જન્મે છે તથા દરેક જગ્યાએ સતત બદલાતી ઘટનાનું સાક્ષી છે. તમે એકલા જ એવા છો જે કયારેય બદલાતા નથી હે નિર્વિકાર (અચળ-સ્થિર) ઈશ્ર્વર!

દિવસ પછી રાત આવે છે. વસંત પછી ઉનાળો આવે છે. સ્વસ્થતા પછી માંદગી આવે છે. સમૃધ્ધિ પછી પડતી, જવાની પછી બુઢાપો, જીવન પછી મૃત્યુ.

નામ અને કિર્તી, મહાનતા અને ગોૈરવ, થોડા સમય માટે તેજ અને પછી ઝાંખપ, કિલ્લાઓ અને મહેલો, કિલ્લા પરના મિનારા અને ઉંચુ મકાન તેમનું માથું સ્વર્ગ સામે ઉંચુ કરે છે. અસ્થિર થઈ અને પછી ગબડી પડવા માટે જ સિંહાસનો (તખ્ત) અને સામ્રાજ્યો તેમની ઉન્નતિમાં ભયંકર થઈ જાય છે. પણ છેલ્લે તો માટીમાં મળી જઈ ભુલાઈ જવા માટે જ.

પરિવર્તનો વચ્ચે પરિવર્તન વિહિન છો તમે..પોતે ચલિત ન થઈને બધાને ચલાવનાર છો તમે યુગથી યુગ અને વયથી વયમાં એક સમાન છો તમે. અંતવિહિન સમય માટે પણ તમે એ જ છો હમેશા એક સમાન અને સર્વદા તમે તો તમે જ છો, હે નિર્વિકાર (અચળ-સ્થિર) અહુરા મઝદા!

Similar Posts

  • અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

    પેલો વજીર શાહના હુકમ મુજબ પેલી યુનાની સ્ત્રી બબરચણ પાસે તે માછલાં લઈ ગયો અને તેને હવાલે કરી બોલ્યો કે “આ માછલાં જે સુલતાનને નજર કરવામાં આવ્યા છે તે લેવો. તેઓએ ફરમાવ્યું છે કે એને સાફ કરી પકાવો!” ત્યારબાદ તે પોતાના સાહેબ સુલતાન પાસે પાછો આવ્યો. સુલતાને ફરમાવ્યું કે “માછીને ચારસો સોનેરી અશરફી આપો.” આ…

  • |

    Your Moonsign Janam Rashi This Week – 11 June To 17 June

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી   ARIES | મેષ: અ.લ.ઈ. ૨૫મી જુન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી કોઈબી કામની અંદર મુશ્કેલી નહી આવે. બીજાના મદદગાર બની રહેશો. ચંદ્રની કૃપાથી બે-ત્રણ દિવસની મુસાફરીમાં જવાનો ચાન્સ મળશે. તેનાથી મનની શાંતિ મળી રહેશે. નાણાંકીય બાબતમાં રહેશે. તમારા મનની વાત ઈશારાથી બીજાને સમજાવી શકશો. ચંદ્રની વધુ કૃપા…

  • ચાઇનીઝ સમોસા

    સામગ્રી: ચાર નંગ મરચા, એક ટુકડો આદુ, એક નંગ કાંદો પાંચ કળી લસણ અડધો પેકેટ સ્પગેટી ત્રણસો ગ્રામ કોબીજ, સો ગ્રામ ગાજર, સો ગ્રામ કેપ્સીકમ એક ચમચો કોથમીર, એક ચમચો સોયા સોસ, ચપટી આજી નો મોટો, બે ચમચા કોર્નફલોર, બે ચમચી લીંબુનો રસ, ચારસો ગ્રામ મેંદો, બે ચમચા તેલ તળવા માટે તેલ, મીઠું સ્વાદ પ્રમાણે…

  • આદિલ સુમારીવાલાએ વેટિકન ખાતે સ્પોર્ટ ફોર ઓલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

    પોપ ફ્રાન્સીસના કોલને પ્રતિસાદ આપતા, સૌ માટે રમત, દરેક વ્યક્તિ માટે સુસંગત, સુલભ અને અનુરૂપ શીર્ષકવાળી આંતરરાષ્ટ્રીય સમિટ, 29-30 સપ્ટેમ્બર, 2022 દરમિયાન વેટિકન ખાતે ન્યૂ સિનોડ હોલમાં યોજાઈ હતી, જ્યાં રમતપ્રેમીઓ અને મુખ્ય રમતો અને આંતર-સરકારી સંસ્થાઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ રમતગમતની સામાજિક જવાબદારી અને કેવી રીતે રમતગમતમાં ભાગ લેવાથી માનવ, શૈક્ષણિક અને આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહન…

  • હસો મારી સાથે

    અમેરિકામાં મારો કાર્યક્રમ સેનજોસમાં હતો. મે કહ્યું: સેનજોસેમાં કાર્યક્રમ છે એટલે ત્યાંનો આયોજક મને કહે, સેનજોસે નહીં પણ સેનહોજ બોલવાનું. અમેરિકામાં જેનો ઉચ્ચાર હ કરવાનો. મેં કહ્યું હવે ભૂલ નહીં થાય. એક દિવસ આયોજક મને કહે, ફરી પાછા અમેરિકા કયારે આવશો? મેં કહ્યું કે, આવતા હૂન-હુલાઈમાં આવીશ. *** મુંબઈ મેં એક ભાઈને પૂછયું કે મારે…

  • ભાગ્યનું તીર

    આપણે અજાણતાં કર્મના બીજ ઉત્પન્ન કરીએ છીએ અને જ્યારે અનુકૂળ સમય આવે છે ત્યારે આ અંકુર ફૂટતા હોય છે અને પોતાનું ફળ આપે છે. કર્મ બ્રહ્માંડના સંતુલનનો એક ભાગ છે, દરેક પ્રતિક્રિયાને તેની ગતિ દ્વારા આગળ આવવા દે છે. કર્મ કેવી રીતે કાર્ય કરે છે? તમે જેવા કર્મ કરો છો તેનું વળતર તમને મળે છે….