શિરીન

તે ટોણો તેણીનાં જિગરમાં ચટકા મારી રહ્યો, પણ તે છતાં તેણીએ હીંમત એકઠી કરી જણાવી દીધું.

‘ફિલ… મારો.. મારો વાંક એમાં હતોજ નહીં. મેં તો હમેશ તમોને ચાહ્યા છે.’

‘ને તેથી જ છેલ્લી ઘડીએ તે પરણવા ના કહ્યુ.’ં

‘પણ ફિલ સંજોગ એવા આવીને ઉભા તેમાં મારો શું વાંત?’

‘તે છતાં તે મને એક વખત વચન આપેલું કે કોઈબી સંજોગમાં તું સદા મારી જ રહેશે. ખ‚ંની શિરીન?’

તેણી તેનો કશોજ જવાબ આપી શકી નહીં. તે નિર્દોષ આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી કે ફરી તે જવાને મજાકથી કહી સંભળાવ્યું.

‘મને મારા સ્ટાફ તરફથી હમેશ ડીસીપ્લીન જોઈએછ, ને તેથી એ ફોટો મૂકી દઈ બીજી વખત એને હાથ લગાડવાની હીંમત કરતી નહીં, એવો મારો હુકમ છે, શિરીન.’

તેણીએ તે ફોટો ધ્રુજતા હાથોએ પાછો તે શેલ્ફ પર મૂકી દીધો, ને અચકાઈને તેણીએ એક બીજો સવાલ પૂછી લીધો.

‘ફિલ, શું…શું તમારે મનથી હું એક નોકરાણી જ છું?’ ‘નોકરાણી કરતાં પણ નપેતર શિરીન, વીસ હજારે ખરીદેલી એક નીચ ગુલામડી!’

એ ઘાટકી બોલો સાંભળી તેણીને ચકરી આવી ગઈ. તેણીનાં ખભા પર મૂકેલા તે દસ્તર વડેજ તેણીએ પોતાનો આંસુઓથી ભરેલો ચહેરો નૂછી નાખ્યો.

પછી તેણી કકળીને બોલી પડી.

‘ફિલ મને માફ કરો. તમોને તમારાં કાસલનાં માણસો માટે દયા છે તો શું મારે માટે થોડી પણ નહીં ધરાવી શકો?’

‘તારે હાથે જ ભાંગીને ભુકો થઈ ગયેલા જિગરમાં દયા કેમ ઉત્પન્ન થઈ શકે, શિરીન? ને હવે મારી ઓફિસ છોડી જશે, એવો મારો હુકમ છે.’

જાણે તેણી ખરેજ એક નીચ ગુલામડી હોય તેમ તે જવાને તેણીને હુકમ કરી વિદાય કરી દીધી.

યા ખુદા, એક વખતનાં મગ‚ર લખપતિ વિકાજી વોર્ડનની બેટી સંજોગને આધિન થઈ તેણી આજે આવા અપમાનો ખમતી હતી. તેણીનું પોતાનું કોમળ જિગર પણ આવા બોલો સાંભળી ભાંગીને ભુકો થઈ ગયું, ને તે કાતિલ શબ્દો તેણીના કાનો આગળ ભમરા મીશાલ હમેશનાં ગનગન થઈ રહ્યા.

બે દિવસનાં ગાળા બાદ ફરી એક અગત્યનો બનાવ તે ‘ડરબી કાસલ’માં શિરીન વોર્ડનના નસીબે બની ગયો.

રવિવારનો દિવસ હોવાથી ઝરી જુહાકે તેણીને ગાડી ધોવા પાછળી સાઈડે આવેલા મોટર ગેરાજ આગળ  એક બાલદી સાથ મોકલાવી આપી. તે ઉખરા જેવા છોકરાને તેમણે તેજ દિવસથી રજા આપેલી હોવાથી, તેનું કામ તેઓ તે નવી કમ્પેનિયન આગળજ કરાવા માંગતા હતા.

એક શુધ્ધ સફેદ એપ્રન સાથ તે સવારની ધીમી પવનની લહેકીમાં ગેલ કરતાં તે સોનેરી ઝુલફાંઓથી ખરેજ શિરીન વોર્ડન એક સુંદર ચિત્ર રજૂ કરી રહી.

ધપકતાં જિગરે તેણી ગાડી આગળ જઈ પૂગી કે પોતાના જૂનાં ડ્રાઈવર અનતુનને એકાએક ત્યાં ઉભેલા જોઈ, તેણીથી ખુશાલીની એક બૂમ પડાઈ ગઈ.

‘ઓ અનતુન, તું અહીંયા?’

‘ગુડ મોર્નિંગ મીસ, પણ હું અત્રે નોકરીએ રહેલો છું.’ જાણે હજી પણ તેણી તેની નાની શેઠાણી હોય તેમ તે ડ્રાઈવરે પોતાની ટોપીને આંગળીઓ લગાડી, તેણીને માન સહિત વિશ કરી દીધું.

‘શું…શું હમોએ રજા આપી પછી તું અત્રે નોકરીએ રહી ગયો, અનતુન?’

‘હા, મીસ ફ્રેઝર, સાહેબે એક બીજી ગાડી લીધી ને તેને માટે ડ્રાઈવર જોઈતો હતો, ને હું ફ્રી હોવાથી મને રાખી લીધો.’

‘હું સમજીને કેટલી ખુશી છું, અનતુન હમારા… હમારા પડતીનાં વખતમાં જ્યારે ન છુટકે માણસોને રજા આપવી પડી, ત્યારે હું રડી હતી કે એ બિચારોઓ હવે કયાં જશે કારણ હમણાંના વખતમાં નોકરીઓ મેળવવી કેટલી મુશ્કેલ છે.’

(ક્રમશ)


અરના હોમી પેસીના

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *