હોમાજીની બાજ

આજે ગોવાદ રોજ અને દએ મહિનો તા. ૪થી જૂન ૨૦૧૬ છે અને આજનો દિવસ હોમા જમશેદ ઝાહિયાની પવિત્ર અને પુણ્યશાળી મૃત્યુ વર્ષગાંઠને ‘હોમાજીની બાજ’ તરીકે ઉજવવામાં આવે છે. જે લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે તે આશ્રયદાતા હોમાજીને સંત તરીકે માનતા હતા. આફ્રિનગાન પ્રાર્થનાઓમાં બેહદીન હોમા બેહદીન જમશેદ જેવા પવિત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ  કરવામાં આવે છે.

ભ‚ચના વણકર જમશેદના પુત્ર જે હોમાજી હતા. જે ગુજરાતમાં વસનાર પારસી હતા. એમના પિતા કવિ અને ભ‚ચના અગ્રણી નાગરિક હતા. સુરતના નાનપૂરા જિલ્લામાં પાલિયા સ્ટ્રીટ ખાતે આવે લી અગિયારીને જમશેદ ઝાહિયા નામ આપવામાં આવ્યું છે.

૧૮મી સદીના મધ્યમાં હોમાજી કમનસીબે કાબીસેહ વિવાદના શિકાર બન્યા હતા જે સમુદાયને વિભાજીત કરી રહી હતી. ૧૭૮૨માં વિવાદ ગંભીરતાથી વકરવા પામ્યો હતો. કદમી સ્ત્રી જે ગર્ભવતી હતી  અને એને લાત મારવાથી તેની કસુવાવડ થતા ખોટી રીત આરોપ હોમાજી પર મૂકવામાં આવ્યો હતો.

હોમાજીને ભ‚ચના નવાબ તથા મુંબઈમાં બ્રિટીશ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. કાબિસેહના વિાવદને લીધે મહોજીએ પોતાની નિર્દોષતા સાબિત કરી શકયા નહી. વાડિયા કુટુંબના એક સભ્યે હોમાજી સામે ખોટી સાક્ષી આપી અને તેના લીધે તેમને મૃત્યુદંડ થયો.

૧૧૫૩ ય.ઝ (૧૭૮૩એડી), ગોવાદ રોજ અને દએ મહિનોને દિને બઝારગેટના ફોર્ટના ખૂણામાં તેમને ફાંસી આપવામાં આવી.

હોમાજીને ફાંસીએ લટકાવતા પહેલા તેમણે કહ્યું હતું કે તેમની ઉપર જે આરોપો લગાવ્યા છે તે ખોટા છે અને જે વ્યક્તિએ ખોટી સાક્ષી આપી છે તેનું (ચોરમના દિવસે) ચોથે દિવસ મોત થશે.  તેમણે વિશ્ર્વાસથી કહ્યું કે તેમને તેમની ઈમાનદારી અને નિર્દોષતા માટે જે લોકો યાદ કરશે તેમને તેમના આશિર્વાદ પ્રાપ્ત થશે. ઈતિહાસમાં જાણવા મળે છે કે તે સ્ત્રી અને તે વ્યક્તિ જેણે ખોટી સાક્ષી આપી હતી તે તેમના ઘરે મૃત અવસ્થામાં મળી આવ્યા એમના ચોરમના દિવસે અને ત્યાર પછી હોમાજીની યાદમાં ગોવાદ રોજ અને દએ મહિનાના દિવસે ‘હોમાજીની બાજ’નો દિવસ મનાવવામાં આવે છે.

Similar Posts

  • સોનાનો પહાડ

    ઈરાનવેજમાં તે જમાનામાં કેરસાસ્પ પહેલવાન ખૂબ જાણીતો હતો. તે ફરતા ફરતા એક શહેરમાં આવી ચઢયો. ત્યા તેણે એક તાજુબી ભરેલો દેખાવ જોઈ ખૂબ હેરત પામ્યો. તે શહેરમાં એક સોનાનો પહાડ હતો. તે શહેરના લોક સવાર પડે એટલે પહાડ પર જઈ રોજનું ખપ જોગું, વપરાશ માટે જોઈએ એટલું જ સોનુ પહાડ પરથી લાવી ઉપયોગમાં લેતા. ત્યાંના…

  • શિરીન

    ‘શિરીન, તું જલ્દી તૈયાર થઈ જા, હું તુંને મોટરમાં લઈ જવશ.’ ‘ઓ થેંકસ…થેંકસ ફિલ, તમારો ઉપકાર હું કદી નહીં ભુલી શકું.’ પછી ઝપાટામાં તૈયાર થઈ તે બન્ને જવાનો ઝરી જુહાકને જણાવી તે નવી કેડીલેકમાં વિદાય થઈ ગયા કે ખરાં અંતકરણથી શિરીન વોર્ડને તે મહાનામી બાપને અરજ કરી દીધી. ‘ઓ ખુદા, દયાળુ પિતા, હું પુગુ ત્યા…

  • શાહજાદીની સાથે શાદી કરવા કોણ નસીબવંત નિવડશે?

    તેણે તો શાહજાદીને માંદગીને બીછાને મરવા પડેલી જોઈ! આસપાસ તેની સાદીઓ, બાંદીઓ, વિગેરે રડતી બેઠી હતી! હુસેને ભાઈઓને કહ્યું કે ‘અરેરે શાહજાદી તો મરવા પડી છે!’ વારા ફરતી અલીએ તેમજ આહમદે પણ નળીમાં જોયું અને તેમની પણ ખાતરી થઈ કે શાહજાદી મરવા પડી હતી. આવું દુ:ખદાયક દ્રશ્ય જોઈ ત્રણે ભાઈઓ બહુ દિલગીર થયા અને વિચાર…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10 December – 16 December 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા સારા વિચારો તમે આગળ લઈ જવામાં મદદગાર થશે. ગુરૂની કૃપાથી તંદુરસ્તીમાં સારો સુધારો થતો રહેશે. જે પણ કામ કરશો તેમાં તમારા સેલ્ફકોન્ફીડન્સથી કામ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેવાથી થોડીક બચત કરી શકશો. દરરોજ ‘સરોશ…

  • રાયતા કેરી

    સામગ્રી: અઢી કિલો કેરી, દોઢ કિલો ગોળ, 125 ગ્રામ રાઈના કુરિયા, 125 ગ્રામ છડેલી વરિયાળી, 125 ગ્રામ ખારેક, 500 ગ્રામ તેલ, જોઈતા પ્રમાણમાં મીઠું. રીત: કેરીને છોલી કકડા કરવા આ કેરીના કકડાને બે દિવસ સુધી મીઠામાં રાખવા, કેરીના કકડાને મીઠામાંથી બહાર કાઢી બરાબર રીતે કોરા કરવા પછીથી એક કથરોટમાં રાઈના કુરિયા અને તેલ નાખી ફેરવવું…

  • આ ઘર પર કોઈ જ વાસ્તુદોષ પણ નથી અને વાસ્તુદોષ નિવારણની કોઈ આવશ્યકતા પણ નથી

    એક વ્યક્તિએ વેપારમાં ઉન્નતિ થયા બાદ લંડનમાં જમીન લીધી ને સરસ બંગલો બનાવ્યો. જમીન પર પહેલેથી જ એક સરસ સ્વિમિંગ પુલ અને 100 વરસ જૂનું લિચીનું ઝાડ હતું. એ જગ્યા એમણે એ લિચીના ઝાડને કારણે જ લીધેલી, કારણકે એની પત્નીને લિચી ખુબ જ પ્રિય હતી. કેટલાક સમય પછી એમણે રિનોવેશનનું કામ કરવા ધાર્યું ત્યારે એમના…