સોનાનો પહાડ

ઈરાનવેજમાં તે જમાનામાં કેરસાસ્પ પહેલવાન ખૂબ જાણીતો હતો. તે ફરતા ફરતા એક શહેરમાં આવી ચઢયો. ત્યા તેણે એક તાજુબી ભરેલો દેખાવ જોઈ ખૂબ હેરત પામ્યો. તે શહેરમાં એક સોનાનો પહાડ હતો. તે શહેરના લોક સવાર પડે એટલે પહાડ પર જઈ રોજનું ખપ જોગું, વપરાશ માટે જોઈએ એટલું જ સોનુ પહાડ પરથી લાવી ઉપયોગમાં લેતા. ત્યાંના રહીશ એમ પણ માનતા હતા કે ખરેખર જ‚રિયાત કરતાં વધુ સોનું લેનાર વધુ જીવી શકતો નહિ અને મરણને શરણ થતો. એવી કુદરતી સજા લોભ લેનારને થતી. પાચન થાય તેટલું જ ખાવું અને પીવું અને જ‚રિયાત મુજબ જ દ્રવ્યનો ખર્ચ કરવો એ કુદરતનો કાનૂન છે. જેનો અમલ કરનાર ઈન્સાન કોઈ કાળે દુખી થતો નથી. સંતોષી નર સદા સુખી ‘કેરસાસ્પ નામા’ની આ અજાયબી ભરેલી વાત આ જમાનામાં હસવા જેવી લાગશે. પણ આ બાબત ખરી પણ હોઈ શકે. સત્યયુગમાં સદાચારી લોક વસ્તા હતા. ત્યાં આવા ચમત્કાર સહજ બનતા હોય તે માની શકાય.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    21st March – 27th March, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે જે પણ કામ કરશો તેમા માન-ઈજ્જત ખૂબ મળો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. તમારી પસંદગી ચીજ વસ્તુ લઈ શકશો. મનની નેક મુરાદ પૂરી થશે. ઓપોઝીટ સેકસનો સાથ સહકાર મળી જશે. રોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. શુકનવંતી…

  • શું આપણી ચેરિટી ઝેરિલી બની છે?

    પારસી સંસ્કૃતિ સાથે પરોપકાર અને ચેરિટી જોડાયેલી છે. પારસી તારૂય બીજું નામ સખાવતથ એ કહેવત જાણીતી છે. દિનશા તંબોલી આજે આપણા સમુદાયમાં દાનવૃત્તિ  પરોપકારના ખ્યાલના વિકાસ અંગેના તેમના વિચારો જણાવે છે. સખાવતનો ખ્યાલ સમજીએ તો તમારા હૃદયથી અન્ય લોકો પ્રત્યે ઉદારતા વધારવાનું કાર્ય છે. પરોપકારનો સાર અમે જરથોસ્તીઓના મનમાં ઉંડે ઉતારી દેવામાં આવ્યો છે. આપણો…

  • કોવિડને પ્રોત્સાહિત ન કરો – તેને નિરાશ કરો !!

    આપણું મન સભાન અને સબ-ચેતનામાં વહેંચાયેલું છે. આશ્ચર્યજનક રીતે, ચેતનામાં આપણા સભાન જીવનનો 90 ટકા ભાગ હોય છે! તે એક અર્ધ-સભાન મન છે જે 24કલાક કાર્ય કરી તમારા શરીરને બનાવે છે તે ક્યારેય સૂતું નથી, જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે પણ નહીં. તે કોવિડ સહિત તમામ અને દરેક બીમારીથી સતત આપણને સુરક્ષિત રાખે છે. આ…

  • કાસની રાણી સોદાબે

    તુસે અને ગેવે તેણીની વાત સાંભળી અને બહુ જણ તેણીની ખુબસુરતી ઉપર મોહી પડયા. તેણીના હાથ માટે બેઉ વચ્ચે બોલાચાલી થઈ. એક જણ કહે, કે ‘હું અહીં પહેલો આવ્યો અને મારે હાથે એ પહેલી આવી.’ અને બીજો કહે કે ‘મારો એણીની ઉપર હક છે.’ જો તેણી બેમાંથી એકના હાથમાં જાય તો બીજો તેણીને મારી નાખવા…

  • હસો મારી સાથે

    ડોક્ટર : તો તમારો કાર અકસ્માત કેવી રીતે થયો? સોરાબ: હું વળાંક લઈ રહ્યો હતો. ડોક્ટર: અને સામેથી બીજી કાર આવી? સોરાબ: ના, ત્યાં વળાંક નહોતો. *** વેઈટર: અરે અરે, તમે આ ચમચી કોને પૂછીને લો છો? ગ્રાહક: ડોક્ટરના કહેવાથી? વેઈટર: એટલે? ગ્રાહકે ખિસ્સામાંથી દવાની શીશી કાઢીને વેઈટરને બતાવી કહ્યું, જુઓ શીશી પર લખ્યું છે…

  • અનિદ્રામાં પાણી

    સાદું પાણી નિદ્રાહર છે. સાદું પાણી જેટલું વધારે પીશો, તેટલી ઉંઘ ઓછી આવશે. જેઓને અનિદ્રાની તકલીફ હોય છે તેઓ ખૂબ પાણી પીતાં જોવા મળશે. અનિદ્રામાં પાણી શકય તેટલું ઓછું અને નિદ્રાટાણે તો ન જ પીવું જોઈએ. જેઓને વારે વારે ઉંઘ આવ્યા કરતી હોય અને તેથી કામ અટવાઈ જતાં હોય અને ઈચ્છાનુસાર જાગી ન શકાતું હોય…