શિરીન

તે ટોણો તેણીનાં જિગરમાં ચટકા મારી રહ્યો, પણ તે છતાં તેણીએ હીંમત એકઠી કરી જણાવી દીધું.

‘ફિલ… મારો.. મારો વાંક એમાં હતોજ નહીં. મેં તો હમેશ તમોને ચાહ્યા છે.’

‘ને તેથી જ છેલ્લી ઘડીએ તે પરણવા ના કહ્યુ.’ં

‘પણ ફિલ સંજોગ એવા આવીને ઉભા તેમાં મારો શું વાંત?’

‘તે છતાં તે મને એક વખત વચન આપેલું કે કોઈબી સંજોગમાં તું સદા મારી જ રહેશે. ખ‚ંની શિરીન?’

તેણી તેનો કશોજ જવાબ આપી શકી નહીં. તે નિર્દોષ આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી કે ફરી તે જવાને મજાકથી કહી સંભળાવ્યું.

‘મને મારા સ્ટાફ તરફથી હમેશ ડીસીપ્લીન જોઈએછ, ને તેથી એ ફોટો મૂકી દઈ બીજી વખત એને હાથ લગાડવાની હીંમત કરતી નહીં, એવો મારો હુકમ છે, શિરીન.’

તેણીએ તે ફોટો ધ્રુજતા હાથોએ પાછો તે શેલ્ફ પર મૂકી દીધો, ને અચકાઈને તેણીએ એક બીજો સવાલ પૂછી લીધો.

‘ફિલ, શું…શું તમારે મનથી હું એક નોકરાણી જ છું?’ ‘નોકરાણી કરતાં પણ નપેતર શિરીન, વીસ હજારે ખરીદેલી એક નીચ ગુલામડી!’

એ ઘાટકી બોલો સાંભળી તેણીને ચકરી આવી ગઈ. તેણીનાં ખભા પર મૂકેલા તે દસ્તર વડેજ તેણીએ પોતાનો આંસુઓથી ભરેલો ચહેરો નૂછી નાખ્યો.

પછી તેણી કકળીને બોલી પડી.

‘ફિલ મને માફ કરો. તમોને તમારાં કાસલનાં માણસો માટે દયા છે તો શું મારે માટે થોડી પણ નહીં ધરાવી શકો?’

‘તારે હાથે જ ભાંગીને ભુકો થઈ ગયેલા જિગરમાં દયા કેમ ઉત્પન્ન થઈ શકે, શિરીન? ને હવે મારી ઓફિસ છોડી જશે, એવો મારો હુકમ છે.’

જાણે તેણી ખરેજ એક નીચ ગુલામડી હોય તેમ તે જવાને તેણીને હુકમ કરી વિદાય કરી દીધી.

યા ખુદા, એક વખતનાં મગ‚ર લખપતિ વિકાજી વોર્ડનની બેટી સંજોગને આધિન થઈ તેણી આજે આવા અપમાનો ખમતી હતી. તેણીનું પોતાનું કોમળ જિગર પણ આવા બોલો સાંભળી ભાંગીને ભુકો થઈ ગયું, ને તે કાતિલ શબ્દો તેણીના કાનો આગળ ભમરા મીશાલ હમેશનાં ગનગન થઈ રહ્યા.

બે દિવસનાં ગાળા બાદ ફરી એક અગત્યનો બનાવ તે ‘ડરબી કાસલ’માં શિરીન વોર્ડનના નસીબે બની ગયો.

રવિવારનો દિવસ હોવાથી ઝરી જુહાકે તેણીને ગાડી ધોવા પાછળી સાઈડે આવેલા મોટર ગેરાજ આગળ  એક બાલદી સાથ મોકલાવી આપી. તે ઉખરા જેવા છોકરાને તેમણે તેજ દિવસથી રજા આપેલી હોવાથી, તેનું કામ તેઓ તે નવી કમ્પેનિયન આગળજ કરાવા માંગતા હતા.

એક શુધ્ધ સફેદ એપ્રન સાથ તે સવારની ધીમી પવનની લહેકીમાં ગેલ કરતાં તે સોનેરી ઝુલફાંઓથી ખરેજ શિરીન વોર્ડન એક સુંદર ચિત્ર રજૂ કરી રહી.

ધપકતાં જિગરે તેણી ગાડી આગળ જઈ પૂગી કે પોતાના જૂનાં ડ્રાઈવર અનતુનને એકાએક ત્યાં ઉભેલા જોઈ, તેણીથી ખુશાલીની એક બૂમ પડાઈ ગઈ.

‘ઓ અનતુન, તું અહીંયા?’

‘ગુડ મોર્નિંગ મીસ, પણ હું અત્રે નોકરીએ રહેલો છું.’ જાણે હજી પણ તેણી તેની નાની શેઠાણી હોય તેમ તે ડ્રાઈવરે પોતાની ટોપીને આંગળીઓ લગાડી, તેણીને માન સહિત વિશ કરી દીધું.

‘શું…શું હમોએ રજા આપી પછી તું અત્રે નોકરીએ રહી ગયો, અનતુન?’

‘હા, મીસ ફ્રેઝર, સાહેબે એક બીજી ગાડી લીધી ને તેને માટે ડ્રાઈવર જોઈતો હતો, ને હું ફ્રી હોવાથી મને રાખી લીધો.’

‘હું સમજીને કેટલી ખુશી છું, અનતુન હમારા… હમારા પડતીનાં વખતમાં જ્યારે ન છુટકે માણસોને રજા આપવી પડી, ત્યારે હું રડી હતી કે એ બિચારોઓ હવે કયાં જશે કારણ હમણાંના વખતમાં નોકરીઓ મેળવવી કેટલી મુશ્કેલ છે.’

(ક્રમશ)


અરના હોમી પેસીના

Similar Posts

  •   મેષ: અ.લ.ઈ આ વરસની શ‚આતમાં તમારી રાશિથી પાંચમે સૂર્ય, બુધ, શુક્ર, રાહુ, છઠ્ઠે ગુ‚, આઠમે શનિ અને મંગળ અને અગિયારમે કેતુ છે. આ વરસની અંદર ૨૬મી જાન્યુઆરીથી શનિ રાશિ બદલે છે. બીજા બે ગ્રહોમાં કોઈ ચેન્જીસ નથી આવતા જેમ કે રાહુ તેથી જાન્યુઆરીમાં તમે નાની પનોતીમાંથી મુક્ત થશો. આ વરસમાં નાણાકીય બાબદ માટે મોટા…

  • ‘એક પુત્ર આવો પણ હોય!!!’

    મમ્મી, હું થોડા મહિનાઓ માટે વિદેશ જવાનો છું. મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. લગભગ 32 વર્ષના, અવિવાહિત ડોક્ટર સુદીપે મોડી રાત્રે ઘરે પહોચતાવેંત જણાવ્યું હતું. દીકરા, તારે વિદેશ જવું જરૂરી છે? માતાએ બેચેન અને ગભરાતા અવાજે કહ્યું. મમ્મી, મારે ઈંગ્લેન્ડમાં અમુક વિષયો ઉપર સંશોધન કરવા જવાનું છે. આમ પણ થોડાક જ મહિનાઓની તો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    26 June – 02 July, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજથી મંગળની દિનદશા શરૂ થયેલી છે. નાની બાબતમાં ખુબ ગરમ થઈ જશો. નાના કામ પૂરા કરવામાં પણ મુશ્કેલી આવશે. હાઈ પ્રેશર હોય તો દવા લેવામાં આળસ કરતા નહીં. ભાઈબહેન સાથે મતભેદ થશે. આજથી ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 27, 28,…

  • એસઆઈઆઈ દ્વારા ઉત્પાદિત કોવિડ -19 રસીને હજી છ મહિના બાકી છે

    ગયા અઠવાડિયાની શરૂઆતમાં, વિશ્ર્વની સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આદર પૂનાવાલાએ કહ્યું હતું કે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઈ) દ્વારા એસઆઈઆઈની રસી માટે મંજૂરીના છ મહિના બાકી છે, કારણ કે સંગઠન તેની સલામતી અને અસરકારકતાની સુનિશ્ર્ચિત પ્રક્રિયાઓને પગલે ધ્યાન કેન્દ્રિત કરે છે. એકવાર અમને ભારત અને વિશ્ર્વ…

  • હસો મારી સાથે

    1) દુધ પીવાથી શરીરનો વિકાસ થાય? ના રે ના… બિલાડી જુઓ ને વર્ષોથી એવી ને એવી છે. 2) વોકીંગ કરવાથી ચરબી ઘટે? શું વાત કરો છો… કોઇદી ઘટે? હાથીનું ક્યાં વજન ઘટે છે? 3) તરવાથી શરીર સ્લિમ થાય? રે’વા દ્યો ને હવે… તો તો વ્હેલ કે’દિની પાતળી થઇ ગઇ હોત… 4) દરરોજ વહેલા ઉઠવાથી ધનમાં…

  • આપણા ભગવાનમાં વિશ્ર્વાસ રાખો તે તમને ક્યારેય નિષ્ફળ નહીં કરશે

    ઘણા લોકો તેમના ક્ષીણ થઈ રહેલા અસ્તિત્વને સમજવાના પ્રયાસમાં નિરાશા તરફ જઈ રહ્યા છે. કોઈ પ્રિય વ્યક્તિની તબિયત, લગ્નજીવનમાં ઉદાસી વિક્ષેપ, નોકરીની અચાનક ખોટ, ઘરમાં તણાવ, બાળકોની મુશ્કેલી, ખરાબ થતા વ્યક્તિગત સંબંધો અને હવે વિશ્ર્વ યુદ્ધની સંભાવના, એ ગંભીર વાસ્તવિકતાઓ છે જેનો આપણે સામનો કરીએ છીએ. છેલ્લાં કેટલાંક વર્ષો પરેશાન કરનારા રહ્યાં છે. આપણે સંપૂર્ણ…