માસીના હોસ્પિટલમાં ઉજવાયેલો વિશ્ર્વ તંબાકુ સેવન વિરોધી દિવસ

વિશ્ર્વ તંબાકુ સેવન વિરોધી દિવસ દર વરસે 31મી મેના દિવસે ઉજવાય છે. આ દિવસ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા પસંદ કરવામાં આવ્યો છે અને દર વરસે એક થીમ સાથે તંબાકુથી થતી હાનિકારક અસરોના સંદેશ ફેલાવવામાં આવે છે.

આ વરસે 31મી મેને દિને ડો. અરનવાઝ હવેવાલા અને ડો. વિસ્પી જોખીએ માસીના હોસ્પિટલમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

ઉમેશ થાનાવાલા, અશોક પાટી, ડો. ખુરશીદ, ડો. બોમન ધાભર તંબાકુથી થતી બીમારીઓ વિશે બોલ્યા હતા. આ કાર્યક્રમના ગેસ્ટ ઓફ ઓનર ડો. રાજશ્રી કટકે, નીતિન કદમ અને  સત્યેન્દ્ર પાલ સિંહ આહુજા હતા. મુખ્ય દ્વારના પ્રવેશ દ્વાર પર ઈન્સ્ટોલેશન અને સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા હતા અને આનું ઉદ્દઘાટન 26મી મે 2017ને દિને મિ. દારા પટેલ અને આરમઈતી કૂપર દ્વારા કરવામાં આવ્યું હતું. આ માટે સ્લોગન સ્પર્ધા રાખવામાં આવી હતી અને તંબાકુ સવેન વિરોધી દિવસના દિને ઈનામોની વહેંચણી કરવામાં આવી હતી.

Similar Posts

  • વાચ્છાગાંધી દરે-મહેરની 164મી શુભ સાલગ્રેહની ઉજવણી

    30મી ડિસેમ્બર, 2020ના રોજ, (સરોશ રોજ), શેઠ સોરાબજી બમનજી વાચ્છાગાંધી દરે મહેરે તેની 164મી સાલગ્રેહની ખૂબ ઉત્સાહથી ઉજવણી કરી. અગિયારીને લાઇટ અને ફૂલોથી શણગારવામાં આવી હતી. સવારે ટ્રસ્ટીઓ દ્વારા આયોજીત આભારવિધિનું જશન પંદર મોબેદો દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સાંજનું જશન અગિયારીના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. સાંજે જશન પછી, એરવદ દારાયસ કાત્રકે રૂસ્તમ-સોરાબની ઐતિહાસિક…

  • રૂસ્તમની બાનુ તેહમીના

    એક દિવસે જ્યારે રૂસ્તમનું દિલ જરા ગમગીન હતું ત્યારે તેણે થોડાક દિવસ બહાર શિકારે જવાનું વિચાર્યુ તે રખશ ઉપર સવાર થઈ તુરાન ભણી ગયો અને સમનગાન શહેર જે હાલના તુર્કોમાનનો મુલક ગણાય છે ત્યાં શિકાર માટે આવ્યો. ત્યાં શિકારથી ફારેગ થઈ, પોતાના રખશને ચરતો મુકી, તે મેદાનમાંજ તે રાત્રે સુઈ ગયો. હવે સમનગાનના પાદશાહની એક…

  • શહેનાઝ બિલિમોરિયાને ડોક્ટરેટનો એવોર્ડ મળ્યો

    નવસારીના દિનશા દાબુ લો કોલેજના પ્રિન્સીપાલ શહેનાઝ પૌરૂષ બિલિમોરિયાને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત તરફથી પીએચ.ડી. ડીગ્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એમણે ફેકલ્ટી ઓફ લોમાં ડોકટરેટ પૂર્ણ કર્યુ, એમના થીસીસનું ટાઈટલ હતું, ‘એર્બીટ્રેશન એઝ વન ઓફ ધ ઈફેકટીવ મોડસ ઓફ ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રીઝોલ્યુશન’. ડો. શહેનાઝે સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ફોરમર ડીન…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    26th October, 2019 – 1st November, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજ અને કાલનો દિવસ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે બહાર જાઓ તો સંભાળીને જજો. નાનું એકિસડન્ટ થવાના ચાન્સ છે. 27મીથી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ થવાથી તમારી દરેક પરેશાનીઓ દૂર થશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. મનની શાંતિ મેળવી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    16 April – 22 April 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. સુર્યની દિનદશા ચાલુ હોવાથી 4થી મે સુધી તમારે સરકારી કામમાં ખુબ ધ્યાન આપવું પડશે. જ્યાં કામ કરતા હશો ત્યાં દોસ્ત ઓછા દુશ્મન વધુ થશે. મિત્રોનો સાથ સમય પર નહીં મળે. માથાનો દુખાવો, તાવ, શરદી ખાસીથી પરેશાન થશો. ભાગદોડ બને તો ઓછી કરજો….

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09 March, 2019 – 15 March, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં જે પણ કામ કરશો તેમાં સફળ થશો. ગુમાવેલી વસ્તુ કે પ્રેમ પાછો મેળવી શકશો. મનગમતી વ્યક્તિ મળશે. જ્યાં પણ કામ કરતા હશો ત્યાંના લોકોનો સાથ મળવાથી કોન્ફિડન્સ વધી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે….