હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન
અનેક દેશાગમનોમાં હોરમઝદ બંદર પરથી એક દેશાગમન ગુજરાતમાં થયેલું તે કોઈબી સહેલાઈથી જોઈ શકે છે. આ દેશાગમન તો એક ધુરંધર મોબેદ સાહેબ જેવણ દહયુપતીના દરજ્જાના હતા તેવણની સરદારી હેઠળ થયું હતું. નૈર્યોસંઘ સાહેબ કાંઈ સાધારણ મોબેદ હતા નહીં. તેવણની સાથે મોટા અમલદારો હતા અને તેઓએ જોયું કે ઈરાન દેશમાં જરથોસ્તી દએન તેના પુરા આકારમાં રહેશે…
