ફટફટ ફટાકડા ફૂટે!!

ફટફટ ફટાકડા ફૂટે!!

આજથી 82 વર્ષ પૂર્વે જ્યારે હું દસ વર્ષનો હતો ત્યારે મારા બાવા ફટાકડા ફોડવાના સખત વિરોધી હતા. અમારા ઘરમાં ફટાકડા તો શું નાની અમસ્તી ફટાકડીને પણ પ્રવેશ કરવા દેતા નહી અને કહેતા કે આપણા ધર્મની વિરૂધ્ધ છે. ફટાકડા ફોડાવાથી પવિત્ર આતશ પર ‘આજાર’ પડે છે, આજાર ફારસી શબ્દ છે અને તેનો અર્થ આફત, મુસીબત થાય…

સુરતના શેઠ ડી.એન. મોદી શહેનશાહી આતશબહેરામની 195મી સાલગ્રેહની ઉજવણી

સુરતના શેઠ ડી.એન. મોદી શહેનશાહી આતશબહેરામની 195મી સાલગ્રેહની ઉજવણી

સુરત તા. 2જી ઓકટોબર 2017ને સોમવાર અર્દીબહેસ્ત મહિનો અને સરોષ રોજના શુભ દિને સુરત મધે આવેલી ડી.એન. મોદી શહેનશાહી આતશબહેરામની 195મી શુભ સાલગ્રેહ ખૂબ રંગેચંગે ઉજવવામાં આવી હતી. હાવનગેહમાં પાદશાહ સાહેબને 21 કિલોની સુખડની માચી અર્પણ થઈ હતી. ત્યારબાદ કાવ્યાની ઝંડો આતશબહેરામથી નીકળી આજુબાજુના પારસી મહોલ્લામાં વાજતે ગાજતે ફર્યો હતો. સૌએ ઝંડા પર હાર ચઢાવી…

દિવાળીનું બોનસ

દિવાળીનું બોનસ

જનક સવારથી જ શેઠના હિસાબો વ્યવસ્થિત કરવામાં પડયો હતો. આમ તો એસ્બેસ્ટોર્સની ફેકટરીના માલિક અને એના શેઠના જાત જાતના હિસાબો હતા. વેટની ઓફિસે રજૂ કરવાના હિસાબો સેન્ટ્રલ એકસાઈઝવાળાને બતાવવાના હિસાબો, ઈન્કમટેક્ષની ઓફિસે રજૂ કરવાના હિસાબો બેન્ક માટેના હિસાબો અને સાચા હિસાબો આ બધા પૈકી એને તો સાચા હિસાબોવાળું કામ જ આપવામાં આવેલું ને ચાર દિવસથી…

શુધ્ધતા અને સંપૂર્ણતા એટલે ખોરદાદ

શુધ્ધતા અને સંપૂર્ણતા એટલે ખોરદાદ

જરથોસ્તી કેલેન્ડર પ્રમાણે ખોરદાદ એ ત્રીજો મહિનો છે જેનો અર્થ થાય છે શુધ્ધતા અને સંપૂર્ણતાના આશિર્વાદો. ખોરદાદ એ  શુધ્ધ પાણીના પ્રાયોજક સાથે સંપૂર્ણતાની ગુણવત્તાનું પ્રતિનિધિત્વ કરે છે. ખોરદાદ અને અમરદાદ માનવજીવનના અંતિમ ધ્યેયનું પ્રતિનિધિત્વ કરતા બે ખ્યાલો – સંપૂર્ણતા અને અમરત્વ. ખોરદાદ યસ્તમાં, ખોરદાદ સંદર્ભિત એમ કહેવામાં આવે છે કે બધીજ ઋતુઓ સમયસર આવે. બીજા…

શિરીન

શિરીન

એક ઘંટી મારી તે જવાને તેના પ્યુન આગળ શિરીનને બોલાવી મંગાવી. થોડીકવારે તે ગરીબ બાલા ઓશકાતી ગભરાતી દાખલ થઈ કે ફિરોઝ ફ્રેઝરે બારણું બંધ કરી તેણીને પોતા પાસ ખુરશી પર બેસાડી પછી ગમગીન સાથ પૂછી લીધું. ‘શિરીન, શિરીન તે કાંય નહીં મને તારા ભઈ વિશે જણાવ્યું?’ ‘પણ..પણ ફિલ, તમોએ તેને પકડાવી આપવાના સોગંદ લીધા હતા.’…

Your Moonsign Janam Rashi This Week –21th October, 2017 – 27 October, 2017

Your Moonsign Janam Rashi This Week –
21th October, 2017 – 27 October, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડિયું જ શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમે વધુ પડતા આળસુ થઈ જશો. તમારા પોતાના કામ તમે સરખી રીતે નહીં કરી શકો. ઉતરતી શનિની દિનદશા માંદગી આપી જશે તેથી તમે તાવ, માથાના દુખાવાથી કે બેક પેનથી પરેશાન થશો. ખાવાપીવામાં થોડું…

સ્કીન બેન્કનો ઉદ્ઘાટન સમારોહ

સ્કીન બેન્કનો ઉદ્ઘાટન સમારોહ

5મી ઓકટોબરે માસીના હોસ્પિટલે સ્કીન બેન્ક લોન્ચ કરવા માટે એક મોટુ પગલું ભર્યુ હતું. એરિક ખરાસ મેમોરિયલ બર્ન્સ જે માસીનાનું ગોરવ છે. બર્ન્સ યુનિટની 25મી સાલગ્રેહના દિને મરહુમ ભીખુ એસ. ખરાસ મૂળ દાતાને આ દિવસે સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્કીન બેન્ક, શ્રેષ્ઠ સાધનો અને કર્મચારીઓ સાથે અદ્યતન આધુનિક સુવિધાઓ ધરાવે છે. માસીના હોસ્પિટલ બર્ન યુનિટ…

દિવાળી અને ભારતની સંસ્કૃતિ

દિવાળી અને ભારતની સંસ્કૃતિ

ભારતની અંદર વિવિધ પ્રકારના લોકો દ્વારા વિવિધ પ્રકારના કેટલાયે તહેવારની ઉજવણી કરવામાં આવે છે. તેમાંથી ભારતનો જો સૌથી વધારે લોકપ્રિય અને ધાર્મિક તહેવાર હોય તો તે છે દિવાળી. દિવાળીના એક મહિના પહેલાં જ લોકોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળે છે અને આ એક માત્ર એવો તહેવાર છે કે બધા જ ધર્મના લોકો આનો આનંદ…

ઉરણ અગિયારીએ 113મી સાલગ્રેહની ઉજવણી કરી

ઉરણ અગિયારીએ 113મી સાલગ્રેહની ઉજવણી કરી

8મી ઓકટોબર 2017ને દિને ઉરણની ઉમરીગર અગિયારીએ 113મી સાલગ્રેહની ઉજવણી કરી. લગભગ મુંબઈથી 500 જેટલા જરથોસ્તીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એરવદ હોરમઝ દાદાચાનજી, એરવદ પોરસ કાત્રક, એરવદ કૈવાન કાત્રક, એરવદ અર્દાફ્રઓશ ઝરોલીવાલા અને હોશેદાર ઝરોલીવાલા દ્વારા ખુશાલીના જશનની ક્રિયા સવારે સ્ટે.ટા. 10.00 કલાકે તથા ત્યારબાદ હમબંદગી કરવામાં આવી હતી. એરવદ વિરાફ પાવરી ઉરણની અગિયારીમાં…

ધન તેરસની કથા

ધન તેરસની કથા

દિવાળી 5 દિવસના તહેવારનુ મહાપર્વ છે. પાંચ દિવસ આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ પાંચ દિવસમાં ઘર અને બજારોમાં ઉત્સવી વાતાવરણ રહે છે.  દિવાળીના પાંચ અતિ શુભ પર્વ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે. આ પાંચ દિવસના પોતાના જુદા અને વિશેષ મહત્વ છે. ધનતેરસનું મહત્વ દર્શાવતી પ્રાચીન સમયની વાર્તા જે અવશ્ય જાણવા…

મહુવા પારસી અંજુમનની અગિયારીની સાલગ્રેહ તથા પંથકી એરવદ ફીરદોશ કરકરીયાનું સન્માન

મહુવા પારસી અંજુમનની અગિયારીની સાલગ્રેહ તથા પંથકી એરવદ ફીરદોશ કરકરીયાનું સન્માન

રોજ સરોશ, માહ અર્દીબહેસ્તનો શુભ દિવસ મહુવાની પટેલ અગિયારી (અંધેરીવાલા)નો સાલગ્રેહનો દિવસ હોવાથી તે દિવસે અગિયારીના હોલમાં અંજુમન તરફથી જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી. આ શુભ દિવસે સવારે સ્ટે. ટા. 10 કલાકે નવસારીથી પધારેલા મોબેદ સાહેબો એરવદ કેકી દસ્તુર તથા એરવદ ફિરદોશ કરકરીયાએ જશનની ક્રિયા કરી હતી. જશન પછી મહુવા અંજુમનના સભ્યો તથા આંમત્રિત…