ફ્રોહર ફાઉન્ડેશન, દાદર અથોરનાન ઈન્સ્ટીટયુટના યુવાન પારસી ફૂટબોલ ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે
મરહુમ એરવદ કેપ્ટન દારાયસ સાયરસ દસ્તુર (મહેરજી રાણા)ની યાદમાં ફ્રોહર ફાઉન્ડેશન તરફથી દાદર અથોરનાન ઈન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓને 8મી સપ્ટેમ્બરના દિવસે ફૂટબોલના યુનિફોર્મસ ભેટ આપવામાં આવ્યા હતા. ફ્રોહર ફાઉન્ડેશનના ટ્રસ્ટી, બખ્તાવર શ્રોફે જણાવ્યું કે, ‘જ્યારે એમના ધણીયાણી શેરનાઝે મને કહ્યું કે દારાયસની યાદગીરીમાં એમને કંઈક કરવું છે ત્યારે સૌથી પહેલાં મને બાળકો યાદ આવ્યા. આ વિચારથી પ્રેરિત…
