ઈશ્ર્વર જે કરે છે તે આપણા ભલા માટે જ કરે છે
એક મંદિરમાં એક સેવક દરરોજ વહેલી સવારે મંદિરની સાફ-સફાઇ કરે, ઇશ્ર્વરનું ભજન કરે, ઇશ્વરમય રહે. એક દિવસ તેની અનન્ય સેવાથી રાજી થઇ મંદિરમાં રહેલી મૂર્તિમાં વસેલા ઇશ્ર્વરે સેવકને કહ્યું, હું તારી નિષ્ઠાભરી ભક્તિથી રાજી છું. તને કશુંક વરદાન આપવા માગુ છું. પેલા ભક્તએ કહ્યું, પ્રભુ એક દિવસ મને તમારી ભૂમિકા ભજવવા દો. પ્રભુએ કહ્યું, આમ…
