ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
ઝોબીદાએ પહેલા તો એમ ધાર્યુ કે તે હેલકરી થોભ્યો તે દમ લેવા થોભ્યો છે પણ જ્યારે તેણીએ જોયું કે તે તો ત્યાંથી સસરતો જ નથી ત્યારે તેણીએ તેને પુછયું કે ‘તું જતો કેમ નથી? તને તારી મજુરીને પુરતું દામ મળ્યું છે કે નહીં’ તે હેલકરીએ જવાબ આપ્યો કે ‘હું કાઈ તે કારણસર થોભ્યો નથી પણ…
