પાછા તેમના મજબૂત પગ પર ઉભા રહેતા!

પાછા તેમના મજબૂત પગ પર ઉભા રહેતા!

‘હું ફરીથી ઉભો રહેવા મકકમ બન્યો છું, હું બીજાઓ ઉપર આધાર રાખવા નથી માંગતો. જે દિવસે મારો અકસ્માત થયો તે દિવસની યાદ મારા મનમાં હજુપણ તાજી છે. હું જાણતો હતો કે મારે મારા બાળકો માટે જીવવાનું છે.’ અસ્પી આત્મવિશ્ર્વાસથી આવનાર મુલાકાતીઓને સ્મિત આપી જણાવે છે. અસ્પી છેલ્લા મહિનાઓથી ધી બીડી પીટીટ પારસી હોસ્પિટલમાં સારવારને શ્રેષ્ઠ…

જરથોસ્તીઓના રીતે જીવન જીવવાની રીત

જરથોસ્તીઓના રીતે જીવન જીવવાની રીત

આપણે નવા વર્ષ 2018માં નવેસરથી ધ્યેયો અને આશાઓ નવા સ્વપ્નો સાથે આપણી રીતે આગળ વધીએ છીએ, આપણું મૂળભૂત અસ્તિત્વ અને આપણી ઓળખ, આપણા મૂળિયાને ભૂલી ન જઈએ જે આપણું જરથોસ્તીપણાનું ગૌરવ છે. આપણા ધાર્મિક અને સામાજિક-સાંસ્કૃતિક વલણ મામૂલી છે, જ્યારે આપણે આપણા આદરણીય પ્રોફેટ જરથોસ્ત સાહેબ દ્વારા ઠરાવેલ માર્ગ પર ચાલીએ છીએ, ત્યારે આપણે ચોક્કસપણે…

રૂસ્તમની બાનુ તેહમીના

રૂસ્તમની બાનુ તેહમીના

સોહરાબે માતા પાસે એક મજબૂત તેજ ઘોડો માંગ્યો. તેણીએ તેની આગળ ઘણા ઘોડાઓ રજૂ કીધા. તેમાં, રૂસ્તમ સમનગાન શહેરમાં આવ્યો હતો તે વખતનો તેના રખશની બુનનો જે એક ઘોડો હતો તે તેને પસંદ આવ્યો. અફ્રાસીઆબને ખબર પડી કે સમનગાનના પાદશાહની બેટીને પેટે રૂસ્તમ એક બેટો અવતર્યો છે જે બાપના કરતાં જોરાવર છે અને તેના હોઠ…

ઉત્તરાયણ અને મકરસંક્રાતિનો તાલમેળ

ઉત્તરાયણ અને મકરસંક્રાતિનો તાલમેળ

વર્ષોથી આપણે ઉત્તરાયણ અને મકરસંક્રાંતિને એકજ તહેવાર માનતા આવ્યા છીએ અને એની ઉજવણી 14 કે 1પ જાન્યુઆરીએ કરીએ છીએ, પરંતુ આ વિશે ફોડ પાડતા ખગોળવિજ્ઞાની ડો. જે.જે. રાવલે કહ્યું કે ‘હકીકતમાં એ બન્ને જુદી-જુદી ખગોળીયા ઘટનાઓ છે. ઉત્તરાયણ ર1 કે રર ડિસેમ્બરે જ થાય અને સુર્યની સંક્રાંતિ તો દર મહિને થાય છે. ઉત્તરાયણ કોને કહેવાય…

ખાંસીનો ઉપદ્રવ

ખાંસીનો ઉપદ્રવ

અત્યારે મોસમ બદલાઈ રહી છે. કડકડતી ઠંડીને કારણે કફ અને ખાંસીએ ઉપદ્રવ મચાવ્યો છે. ઘરમાં બાળકોથી લઈને મોટેરા સુધી દરેકને થોડા ઘણા અંશે આ બીમારી હેરાન તો કરતી જ રહે છે. તમે આ બીમારીને દૂર ભગાવવા ઘરે જ પોતાની જાતે એક સિરપ બનાવી શકો છો. 250 મિલી લીટર પાણીમાં અડધી ચમચી સૂંઠ, સૂંઠના બદલે તમે…

હસો મારી સાથે

હસો મારી સાથે

કીડી રીક્ષામાં બેઠી અને એક પગ બહાર રાખ્યો… રીક્ષાવાળો: બેન પગ અંદર રાખો… કીડી: ના….રસ્તામાં હાથી મળે તો લાત મારવાની છે… નાલાયક કાલે આંખ મારતો હતો. *** પિતા દીકરીના પ્રેમીને કહે: હું નથી ચાહતો કે મારી દીકરી આખી જિંદગી એક ગધેડા સાથે વિતાવે. પ્રેમી: એટલા માટે જ તો હું એને અહીંથી લઈ જવા માગું છું.

માલ્કમ બજાં મરતાબ બન્યા

માલ્કમ બજાં મરતાબ બન્યા

નોઈડાની લોટસ વેલી ઈન્ટરનેશનલ સ્કુલના 8માં ધોરણમાં ભણતા બાર વરસના એરવદ માલ્કમ બજાં તા. 4થી જાન્યુઆરી 2018ના દિને રૂસ્તમ ફરામના અગિયારીમાં નાવર મરતાબ બન્યા હતા. દિલ્હીના સૌથી નાની વયના નાવર મરતાબ એરવદ માલ્કમે એરવદ કૈઝાદ કરકરિયા, એરવદ અસ્પી કટીલા અને એરવદ જેહાન દરબારીના માર્ગદર્શન હેઠળ દસ દિવસની મરતાબની ક્રિયા પૂરી કરી હતી. દિલ્હી તથા સમગ્ર…