શહેરજાદીએ વાર્તા શરૂ કરી!!
તેણીએ સર્વેથી પહેલાં તો પોતાની બહેન દીનારજાદીએ ખુણામાં લઈ જઈ કહ્યું મારી પ્યારી બહેન જે જોખમ ભર્યુ મહાભારત કામ મેં માથે ઉઠાવ્યું છે તેમાં તારી મદદની મને અતિ ઘણી જરૂર છે અને મને પુરતી ખાતરી છે કે તેવી મદદ આપવાને તું પ્યારી બહેન મને કદીબી ના પાડશે નહીં. જેવી હું સુલતાનની હજુર જઈ પહોંચીશ તેવીજ…
