માંથ્રની ગોઠવણી ડોકટરના નુસ્ખાની માફક છે તેમાં ગમે તેમ વધઘટ કરવી નુકસાનકારક છે. ‘માંથ્ર’ની અંદર બાતેની આતશી ગતિનું બંધારણ
જે પણ કંઈ અવસ્તા આપણી પાસે છે તે નુસ્ખારૂપ છે. તેને કાયદેસર વાપરવાના છે, અને તેની ઉપર ઈમાન રાખવું તે બંદગીનો એક ભાગ છે અને તેને કાયદેસર જેમ આપેલું છે તેમ ભણવું બંદગીનો બીજો ભાગ છે. આજે કેટલાકો જેઓ બંદગીને કાપવાની સુખરૂઈ કરે છે, તેઓ માંથ્ર શું છે તેનું કંઈબી ભાન રાખતાજ નથી. બંદગીની રચનાને…
