બંદગી પૂરી કીધા પછી કુદરત પાસે શું ચાહશો?
એ સર્વ શક્તિવાન કુલ જેહાનના પેદા કરનાર મહા દયાળુ દાદાર હોરમજદ! મારા હકમાં ભલું શું છે તે તુંનેજ રોશન છે, વાસ્તે જે કાંઈ મારા હકમાં ભલું હોય તેજ તું કરજે. હું કેસાસી યાને મારા રવાન પર પડેલા હાવીઅત=એઝાબના અંધકારી પરદાને ઉચકવા ખાતર તેમજ ગયા ભવોનાં ખરાબ કર્મોના ભોગવટાને ખાતર પાછો આ દુનિયામાં જન્મ્યો છું. તેમાંથી…
