એરવદ સોલી પંથકીએ સરોંડા અગિયારીની સેવામાં પંચ્ચીસ વર્ષ પૂર્ણ કર્યા
એરવદ સોલી દાદી પંથકી (સરોંડાવાલા)એ ગુજરાતમાં સરોંડા અગિયારીના પવિત્ર પાદશાહ સાહેબની સેવા કરી પચ્ચીસ ગૌરવપૂર્ણ વર્ષ પૂરા કર્યા છે. તેમની નિ:સ્વાર્થ અને સંપૂર્ણ નિષ્ઠા સાથે, એકલા હાથે અગિયારીની સારી સંભાળ લેવા માટે એરવદ સોલી સાહેબને સલામ. વરસાદ હોય કે વીજળી કાપ હોય કે અન્ય કોઈ મુશ્કેલી વર્ષોથી એરવદ સોલી પંથકીએ અગિયારીની સેવામાં કોઈ કસર છોડી…
