કાસની રાણી સોદાબે
એમ કૌસને બંદીખાને નાખી હમાવરાનના રાજાએ પોતાની બેટી સોદાબેને પોતાના મહેલમાં પાછી બોલાવી. પણ તેણીએ પોતાના ખાવિંદને પકડાયલો જોઈ શોરબકોર કીધો અને ફીટકાર નાખવા લાગી કે ‘તમો લોકોમાં હિમ્મત હતી તો તેને લડાઈમાં શું કરવા પકડયો નહીં?’ એમ વિશ્ર્વાસઘાત કરવા માટે તેણીએ પોકર કર્યો અને પોતાના ખાવિંદ માટે રડવા લાગી અને કહ્યું કે ‘હું મારા…
