ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
સર્વે ત્યાંથી તાબરતોબ ઉઠયા અને દરવાજો ઉઘાડવા ગયા પણ એ કામ અગત્ય કરીને સફીયનું હતું તે પહેલી દોડી ગઈ. બીજી બહેનોએ જ્યારે જોયું કે સફીય રાબેતા મુજબ પહેલી ગઈ ત્યારે તેઓ થોભ્યા અને તેણીના પાછી ફરવાની રાહ જોવા લાગ્યા કે તે આવીને કહે કે એવો તે કોણ શકસ છે કે જે મધરાત્રને સમે તેઓના મકાનનું…
