ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
તેણી એ કહ્યું કે ‘હું કાઈ આ ઘરની એકલી માલેક નથી પણ તમો જો થોડો વાર થોભશો તો તમારી અરજનો જવાબ લઈ પાછી આવું છુ.’ પછી જઈને તેણીએ જાફરની સઘળી હકીકત પોતાની બહેનોને કહી. તેઓ શું કરવું તે વિચારમાં પડયા પણ તેઓ જાતે માયાળું દિલના હતા અને એજ રીતનો ઉપકાર તેઓએ તે ત્રણ ફકીરોની ઉપર…
