ખુદા એવી ભલી જીંદગીથી ખોરેહમંદ થાય
ખુદાતાલાનું નુર અને ખોરેહ જીઆદે થવા માટે આપણે જે દુઆ ગુજારીએ તે એક પ્રકારે આવી જીંદગી ગુજારવાની આવી ફરજ બજાવવા માટેની દુઆ છે. એવી જીંદગી પોતે જ તે ખુદાતાલાના ખોરેહની જાણે નિશાની છે. એક ભલા આદમીને એક ભલું કામ કરતો એક બહાદુર આદમીને બહાદુરી દેખાડતો, એક સખી આદમીને સુંદર સખાવત કરતો જોઈ આપણે એ સબબે…
