શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!
હિન્દીવાને આ વાત તુરત જ કબૂલ કરી. તેણે શાહજાદાને દેખાડયું કે ઘોડા ઉપર બેસી અમુક કલ દાબ્યાથી ઉડાય છે. હજી તો પેલા કરામતી ઘોડાનો માલેક બીજી કલો બતાવે અને ઘોડાને કેમ દોરવવો તેની સર્વે હકીકત સમજાવે તે પહેલાંજ, શાહજાદો એટલો તો અધીરો થઈ ગયો કે તે ઘોડા ઉપર ઠેકડો મારી ચઢી બેઠો. તેણે પાવડામાં પગ…
