સોહરાબ અને ગોર્દઆફ્રીદ
જ્યારે જવાન સોહરાબ તુર્કસ્તાનના પાદશાહ અફરાસીઆબના લશ્કરની કુમક સાથે ઈરાન ઉપર હુમલો કરવા નીકળ્યો ત્યારે કુચ કરતો તે ઈરાનની સરહદ ઉપર આવી પહોંચ્યો હતો. તે સરહદ ઉપર દઝે સફીદ નામનો કીલ્લો હતો. સરહદના અમલદાર તરીકે હજીર નામનો સરદાર તે કિલ્લાનો નેગેહબાન હતો. તે કિલ્લામાં ગસ્તહમ નામનો જાણીતો ઈરાની સરદાર પણ વડા અમલદાર તરીકે હતો અને…
