તેર બીના જીયા જાયે ના!

તેર બીના જીયા જાયે ના!

રોશન અને બરજોરના લગ્નને આશરે પાંચ વર્ષ થયા હશે. નાની-નાની રકઝક થતી કે જે લગભગ દરેક કપલમાં જોવા મળે છે તેવી જ નાની-મોટી રકઝક આ કપલમાં પણ રહેતી. પરંતુ એક દિવસ સવારે અચાનક કોઈ વાતને કારણે રોશન અને બરજોર બંને વચ્ચે થોડી વધારે રકઝક થઈ ગઈ, એટલે ખબર નહિ ક્યા કારણથી પણ અચાનક બરજોર ઘરમાંથી…

દિવાળીની બક્ષિસ

દિવાળીની બક્ષિસ

બેલા બેન બોલ્યા”ઈરા, અગાધ, બેટા દિવાળી આવી રહી છે. કોરોનામાં ક્યાંય જશું નહિ પણ ગામડે જતાં રહેશું, છતાં આપણે ઘર તો સાફ કરવું જ રહ્યું.કાલ થી શરૂ કરીશું. ‘છોકરાં ઓ મમ્મીની વાત માની ગયાં. ચાર પાંચ દીવસમાં આખું ઘર સૌએ સાથે મળીને સાફ કરી નાખ્યું. આજે દિવાળી હતી. બેલાબેન એમના પતિ દિગંત ભાઈ ને કહેતાં…

ઉધાર!

ઉધાર!

એક શેઠજી ખૂબ દયાળુ હતા. ધર્મમાં માનવાવાળા. ઉધાર માંગવા આવેલા કોઈ પણ વ્યક્તિને તેઓએ ના પાડી ન હતી. શેઠજી મુનીમ ને બોલાવતા અને ઉધાર માંગતી વ્યક્તિ ને પૂછતી કે ‘ભાઈ! તમે ઉધાર ક્યારે પાછુ આપશો? આ જન્મમાં કે આવતા જન્મમાં જેઓ પ્રામાણિક હતા તેઓ કહેતા ‘શેઠજી! અમે આ જન્મમાં તમારૂ ઉધાર ચુકવીશું.’ અને કેટલાક લોકો…

અમારા મા-બાપ જ અમારી ધરોહર!

અમારા મા-બાપ જ અમારી ધરોહર!

સંજાણમાં રહેતા જહાંગીરજી ખેડૂત હતા. તેમની પોતાની કેરી અને ચીકુની વાડી હતી. એક ખેતર હતું એક દિવસ ઘરે આવી એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન, કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણયને શબ્દ રૂપ આપ્યું. આ પત્ર સ્વરૂપે. તેમનો દીકરો સોરાબ અને વહુ રોશનને રૂમમાં બોલાવીને પત્ર આપી દીધો. ઘરમાં સોરાબ, રોશન અને…

મહેનત રંગ લાવી!

મહેનત રંગ લાવી!

ગામડાની એક સ્કૂલની આ વાત છે, સવારનો સમય છે, લગભગ દસ વાગ્યા હશે. બહાર અનરાધાર વરસાદ થઈ રહ્યો છે, સ્કૂલમાં પણ બધા વિદ્યાર્થીઓ આનંદમાં આવી જાય છે કારણકે થોડા જ સમય પછી રિસેસ પડવાની હતી અને વરસાદ એ નાના છોકરાઓ માટે કંઈ મનોરંજનથી ઓછો નહોતો. વરસાદ ચાલુ જ છે અંદાજે પાંચથી સાત મિનિટ પછી એક…

‘સદા સુખી રહેજો’

‘સદા સુખી રહેજો’

ખુશરૂ વલસાડમાં તેની ધણીયાણી શિરીન અને તેની બે ટવીન્સ દીકરીઓ તેના માય-બાવા અને તેની વહાલી બપયજી સાથે રહેતો હતો. તે એક સ્કુલમાં ટીચર હતો. આજે શનિવાર હોવાથી તેની સ્કુલમાં રજા હતી. તે પારસી ટાઈમ્સ લઈ વાચવા બેઠો તેની નજર ફરી પાછી જીયો પારસીની જાહેર ખબર પર પડી. અને તે તેની જૂની યાદોમાં સરી પડયો. હું…

સાંકેતિક પ્રેમ!

સાંકેતિક પ્રેમ!

પરવેઝ અને કેશમીરા બન્ને દસમાં ધોરણથી સંજાણની સ્કુલમાં સાથે જ હતા અને આગળ જઈને કોલેજમાં પણ બંને સાથે ભણતા હતા. બંને વચ્ચે સારી મૈત્રી થઈ હતી અને તેઓ એકબીજાના સારા મિત્રો પણ હતા. કોઈપણ જાતની મદદ જોઈતી હોય તો તેઓ બંને એકબીજાને અવશ્ય કહેતા અને એકબીજાની મદદ પણ કરી લેતા. ધીમે ધીમે કોલેજમાં આવ્યા પછી…

ભગવાન મળી ગયા!

ભગવાન મળી ગયા!

ભાવેશ એક ડોકટર હતો. અને કોઈવાર તેને દવાખાનેથી મોડું પણ થતું તે જે રસ્તેથી આવતો ત્યાં એક મંદિર હતું અને તેના પગથિયા પરની લાઈટના પ્રકાશમાં એક સાધારણ પંદરેક વર્ષનો છોકરાને હંમેશા અભ્યાસ કરતો ભાવેશ જોતો. ભાવેશને એ છોકરો ફકત રાત્રેજ દેખાતો સવારે દવાખાનામાં જતા કયારે પણ તેને તે દેખાતો નહીં. એક વાર રાતે દવાખાને ખૂબ…

હું તમારો દીકરો હોત તો!!

હું તમારો દીકરો હોત તો!!

જમશીદ પોતાના રાબેતા મુજબના સમયે ઘરમાં પ્રવેશ કર્યો, આજે તે ખુબ ખુશ હતો. શું વાત હતી તે કોઈને ખબર ન હતી પરંતુ તેનો ચહેરો જોઈને બધા સમજી ગયા કે આજે તો જમશીદ ખૂબ જ ખુશ લાગે છે. જમશીદે ઘરમાં પગ મુકતાની સાથે જ તેની માયજીને કહ્યું આપણી દીકરી વીલ્લુ માટે એક સરસ પ્રપોઝ આવ્યું છે….

એકબીજાને ગમતાં રહીએ!

એકબીજાને ગમતાં રહીએ!

અરે સાયરસ, કાલે સાંજે રોશનભાભીને જવેલરીની દુકાનની અંદર જતા મેં જોયા, આવી વિકટ પરિસ્થિતિમાં પણ તું સોનુ ખરીદે છે? અરે નવીન, તારી જોવામાં કંઇક ભૂલ થતી હશે. ના સાયરસ 99% સંગિતા ભાભી જ હતા. મેં ત્યારે વાત ને ઉડાવી દીધી. પણ વાતની ગંભીરતા સમજી તેના મૂળ સુધી જવાનો મેં ઘરે પહોંચી પ્રયત્ન કર્યો. રોજના નિયમ…

તમે કરેલા પરિશ્રમ પર વિશ્ર્વાસ કરો!

તમે કરેલા પરિશ્રમ પર વિશ્ર્વાસ કરો!

ઝુબીન ઉંમર અંદાજે 21 વર્ષની હશે, તે બેઠોબેઠો વિચારી રહ્યો હતો. મનમાં ને મનમાં તે પોતાને જણાવી રહ્યો હતો કે જો, તારે ભણી ગણીને આગળ વધવાનું છે, એડમિશન તો આઈઆઈટીમાં જ મળવું જોઈએ. ભણી ગણીને વિદેશમાં નોકરી કરવાની અને મોંઘીદાટ ગાડીઓમાં ફરવાનું શરૂઆતથી તારો આ જ ધ્યેય હોવો જોઈએ. આવું વિચારી રહ્યો હતો. એટલામાં તેને…