બાપે દીકરા પાસે ફકત તેનો સમય માંગ્યો!
દારાંએ નવરોઝને પાસે બોલાવ્યો, પાસે બોલાવીને તેની બાજુમાં બેસવાનું કહ્યું. નવરોઝ મોટો થઇ ચૂક્યો હતો કામ ધંધે પણ ચડી ગયો હતો અને તેના પેઢી દર પેઢીથી ચાલી આવતો ધંધો બહુ સારી રીતે સંભાળી લીધો હતો. નવરોઝ પ્રત્યે દારાંને બીજી કોઈ ફરિયાદ ન હતી પરંતુ નવરોઝ તેને સમય આપતો નહોતો. એટલે તેને પાસે બોલાવી અને કહયું…
