ડોકટર મઝદા – દહાણુંના ફલાઈંગ ડોકટરની છેલ્લી ઉડાન
દહાણું ઘોલવડમાં રહેતા ડો. બહેરામશા મઝદા જેમને લોકો ફલાઈંગ ડોકટર તરીકે પણ ઓળખતા હતા. મુંબઈની હોસ્પિટલમાં કોવિડને કારણે 62 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું એમના કુટુંબમાં છે એમની પત્ની રોકસાના અને એમનું પ્રિય પેટ પગ. સોલાપુરની સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રીથી સજ્જ, ડો. મઝદાએ દહાણુના ઇરાની રોડ પરના તેમના ક્લિનિકમાં દરિયાકાંઠાના શહેરના દર્દીઓની સેવા…
