ડોકટર મઝદા – દહાણુંના ફલાઈંગ ડોકટરની છેલ્લી ઉડાન

દહાણું ઘોલવડમાં રહેતા ડો. બહેરામશા મઝદા જેમને લોકો ફલાઈંગ ડોકટર તરીકે પણ ઓળખતા હતા. મુંબઈની હોસ્પિટલમાં કોવિડને કારણે 62 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું એમના કુટુંબમાં છે એમની પત્ની રોકસાના અને એમનું પ્રિય પેટ પગ.
સોલાપુરની સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રીથી સજ્જ, ડો. મઝદાએ દહાણુના ઇરાની રોડ પરના તેમના ક્લિનિકમાં દરિયાકાંઠાના શહેરના દર્દીઓની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે આસપાસના વિસ્તારોના આદિવાસી – અઠવાડિયાના સાત દિવસ તેમના ક્લિનિકથી તેમજ તેમના પુર્વજોનો બંગલો મોતી મંઝિલ, જે તેમના ક્લિનિકથી થોડીક મિનિટો પર છે ત્યાંથી પણ લોકોની નજીવી ફી લઈ સેવા કરી હતી તથા વંચિતો માટેની સારવાર મફત હતી.
થોડા વર્ષો પહેલા, તેમણે ઉડાન પ્રત્યેની તેમની ઉત્કટતાને પોષી હતી, સ્વ-માલિકીની અલ્ટ્રા-લાઇટ એરક્રાફ્ટ, જે હેંગ-ગ્લાઇડર જેવી પાંખો અને બે નાની સીટ સાથે ટ્રાઇસિકલ જેવું હતું, અને જેની સાથે તે દહાણુ આકાશમાં દર રવિવારે સવારે 7:00 કલાકે ઉડતા હતા પરંતુ જાળવણીના મુદ્દાઓ અને વિવિધ પ્રોટોકોલને કારણે, તેમને તેમનું એરક્રાફટ વેચવું પડયું હતું.
ડો. મઝદાએ તેમની આખી કારકિર્દી દરમિયાન, હજારો લોકોની સારવાર અને બચાવ કર્યો, અને રોગચાળા દરમિયાન પણ પોતાની સેવા ચાલુ રાખી હતી.
સમુદાયના લોકો તેમની પત્ની અને પરિવાર સાથે છે. તેમના આત્માને ગરોથમાન બહેસ્ત પ્રાપ્ત થાય!

Similar Posts

  • ગોડ અને ગુસ્તાદ

    ગુસ્તાદ અને જ‚ રાતના જમ્યા પછી નીચે ફરવા નીકળે છે. સોલી અને શિરીન બાળકોને ચોપડીમાંથી વાંચીને વાર્તાઓ કહેતા હતા. શીરોય અને સીમોને આ રાતનો સમય ઘણો અનુકૂળ પડતો હતો. બન્ને બાળકો મા-બાપના પાસામાં ભરાઈને વાર્તા સમજતા સમજતા સૂઈ જતા હતા. શીરોયને વાર્તા સાંભળતા સાંભળતા જલ્દી ઉંઘ આવી જતી પરંતુ સીમોન વાર્તાને ઘણી ધ્યાન સાંભળતી અને…

  • ગ્લોબલ ઇરાનશાહ પહેલ

    ‘ગ્લોબલ ઇરાનશાહ પહેલ’ (ગુજરાત)માં ઉદવાડા ગામે આપણા પવિત્ર, પાક ઇરાનશાહ પ્રત્યેના પ્રેમ અને ભક્તિનો વિશ્ર્વવ્યાપી પ્રયાસ છે, જેનો હેતુ આપણા અમૂલ્ય અને અનંત વારસાને ટેકો અને ટકાવી રાખવાનો છે. ગ્લોબલ પહેલ પહેલીવાર સત્તાવાર રીતે 24મી ડિસેમ્બર, 2017 ના રોજ બીજા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ (આઈયુયુ) પર શરૂ કરાઈ હતી, અને તેની ગતિશીલ, ઇન્ટરેક્ટિવ વેબસાઇટ 27 ડિસેમ્બર,…

  • Jiyo Parsi Launches ‘Parsi Shaadi App’

    ‘Jiyo Parsi’ – the Government of India’s undertaking which supports our community’s efforts in arresting the declining Parsi population and aid in its increase – has, since its launch in 2013, spearheaded numerous successful campaigns and initiatives. It has provided counselling and medical treatment to married Parsi couples and has aided in adding 191 babies to…

  • Ain’t All Frowns Under This Lockdown, Right?

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary.  [/otw_shortcode_info_box] It’s been close to a month now since we were unceremoniously hurtled into this lockdown mode. Unprepared, uncertain, the nation reeled under the…

  • Apex Court Issues Notices On Alleged Ostracization Of Inter-Married Parsi Women

    On 27th August, 2021, the Supreme Court issued notices to the Centre and others on a petition challenging the alleged discrimination and ostracization of Parsi women, who marry outside the community, as per media reports. The petitioners – a minor named Rian R. Kishnani and his mother – Sanayaa Dalal – have alleged that women…