હું યે એકવાર ‘વહુ’ જ હતી ને!
માધુકાકા અને માલુકાકી સાથે અમારે ઘર જેવો સંબંધ. અમારી પડોશમાં જ રહે. એમનો જયંત મારા જેવડો મારો દોસ્ત અમે સાથે ભણીએ એટલે એકબીજાના ઘરમાં જવા-આવવાનો, રમવા-જમવાનો નિકટનો સંબંધ. માલતીકાકી મારા પર બહુ પ્રેમ રાખે. પોતાના દીકરા જેવો જ માને. ભણી-ગણીને નોકરી નિમિત્તે હું બહારગામ રહેતો થયો એટલે મળવાનું ઓછું થઈ ગયું. છતાં, જ્યારે પણ ઘરે…
