ઘરને સ્વર્ગ કઈ રીતે બનાવવું!!
સવારના દસ વાગ્યા હતા. રોજની જેમ ત્રણે જણ ડાયનીંગ ટેબલ આગળ ગોઠવાઈ ગયાં અને ખુશીએ ત્રણેને ઝડપથી યંત્રવત રોટલી, શાક, દાળભાત પીરસી દીધાં. ત્રણે મૂંગા મૂંગા જમવા લાગ્યા. એટલામાં ખુશી બોલી: ‘જુઓ ખુશરૂ આજે સાંજે છ વાગે મારે ‘મધ્યમ વર્ગ ગૃહિણી મંડળ’ની મીટીંગ છે. ઉપપ્રમુખ તરીકે મારે ‘ઘરને સ્વર્ગ કઈ રીતે બનાવવું’ તે વિષય પર…
