એનએસએસ મુજબ જરથોસ્તી સમુદાય, બિમારીઓ માટે સૌથી વધુ સંવેદનશીલ
જુલાઈ, 2020માં પ્રકાશિત રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ (એનએસએસ) ના 75માં રાઉન્ડના પરિણામો મુજબ, ભારતના ધાર્મિક સમુદાયોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, જરથોસ્તી સમુદાય બિમારીઓ માટે સૌથી વધુ સંવેદનશીલ રહે છે. ભારત સરકારના ‘સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય’ એ ‘હેલ્થ ઇન ઈન્ડિયા’ શીર્ષકના સર્વેનો અહેવાલ બહાર પાડ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતના આરોગ્ય ક્ષેત્ર પર મૂળભૂત, જથ્થાત્મક માહિતી એકત્રિત…
