બુરા ન માનો હોલી હે!!
હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારતનો ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે શહેરના મુખ્ય ચોક જેવા સ્થાન પર…
