A Beautiful Sunset at Harnai Beach

હરનાઈની સફર નરેન્દ્ર અગ્રવાલ સાથે

NA2જ્યારે આપણે રેતાળ સમુદ્ર કિનારાનો વિચાર કરીએ ત્યારે આપણી નજર સમક્ષ સૌપ્રથમ આવે છે ગોવા.
હા ગોવાનો દરિયા કિનારો, સફેદ રેતાળ દરિયાકિનારો અને સોનેરી સૂર્યાસ્ત, ગોવામાં રતન જેવા ઘણા જ સુંદર રેતાળ દરિયા કિનારાઓ છે અને આવું જ એક સુંદર મણી જેવું છે ‘હરનાઈ’. મુંબઈથી હરનાઈ ૨૩૦ કિલોમીટર દૂર છે. મુંબઈથી જૂના મુંબઈ ગોવાના બાય રોડ જતા હરનાઈ પહોંચવા પાંચ કલાક લાગે છે. ‘બીચ બમર્સ’થી પહેલાં જ દરિયાકિનારો ભરેલો હોય છે અને ત્યાંના રહેવાસીઓ પોતાની વસ્તુઓ વેચવા જલ્દીમાં હોય છે.
ઉત્તરમાં હરનાઈ છે પરંતુ હકીકતમાં હરનાઈ, કરડે, પલાંડે અને મુ‚ડ એમ ચાર દરિયાકિનારાઓ છે. હરનાઈ ફકત એક દરિયાકિનારો નથી પરંતુ તે સંસ્કૃતિ અને સમુદ્રનો ઐતિહાસિક વારસો સાચવી રહ્યો છે. ત્યાંનો સુવર્ણદુર્ગનો કિલ્લો, દુર્ગાદેવી મંદિરની નજીક હરનાઈનું માછલી બજાર જે તાજા સીફૂડને પ્રાધાન્ય આપે છે. અહીં પરંપરાંગત કોંકણી અને માલવણી શૈલીમાં રાંધવામાં આવે છે અહીં શાકાહારીઓ માટે પણ ખાવાની કમી નથીે.
ઈકોમંત્રાના લોટસ બીચ રિસોર્ટ ચલાવનારા મહા‚ખ બલસારા કહે છે કે ‘તમે આરામ અને એડવેન્ચર બન્નેમાંથી કંઈપણ પસંદ કરી શકો છો કારણ કે તમે
ભારતના સૌથી સુરક્ષિત બીચ પર છો.’ તમે પર્વતારોહણ તથા લોટસ બીચ રિસોર્ટ ઓફર કરે છે ઈલેકટ્રિક સીગવે રાઈડ્સ. સ્થાનિક ગામના લોકો ડોલ્ફિન સફારી, પેરા-સેલિંગ, જેટ સ્કીઈંગ અને અરબી સમુદ્રમાં બનાના બોટ પર સવારીનું પણ આયોજન કરી આપે છે.

Similar Posts

  • કોઈની ટીકા નહીં કરતા પણ ટેકો આપજો!

    શિરીન અને સોરાબ અને તેમની ફુલ જેવી દીકરી આવાં અને તેમનો દીકરો રેહાન જે એક સુખી કુટુંબની જેમ રહેતા હતા. સોરાબ આમ તો ખુબ સારો હતો. પણ ભરપુર કામને લીધે તેને ગુસ્સો ખુબ જલદી આવી જતો. પણ શિરીન ખુબ સમજદાર હતા. તેણે પોતાના બાળકોની પરવરીશ ખુબ સારી રીતે કરી હતી. એક દિવસ સવારે દાદરો ઉતરતી…

  • પાદશાહના મનમાં વહેમ રોપ્યો

    પાદશાહે પોતાની પાસે ખુરસી મંગાવી તે હકીમને સાથે જમાડયો અને જીયાફતની મિજલસ બરખાસ્ત થયા પછી તમામ દરબારીઓની હજુરમાં સરપેચ સાથનો ઉંચી કિંમતનો સરપાવ ભેટ કીધો તથા બે હજાર અશરફી આપી. ત્યારબાદ કેટલાકએક દિવસ સુધી પાદશાહે તેને પોતાનો વહાલો મિત્ર તરીકે ગણ્યો અને ટૂંકમાં બોલીએ તો પાદશાહ તે હકીમની હિકમત ઉપર એટલો તો કુરબાન થયો હતો…

  • શહેરજાદીએ વાર્તા શરૂ કરી!!

    તેણીએ સર્વેથી પહેલાં તો પોતાની બહેન દીનારજાદીએ ખુણામાં લઈ જઈ કહ્યું મારી પ્યારી બહેન જે જોખમ ભર્યુ મહાભારત કામ મેં માથે ઉઠાવ્યું છે તેમાં તારી મદદની મને અતિ ઘણી જરૂર છે અને મને પુરતી ખાતરી છે કે તેવી મદદ આપવાને તું પ્યારી બહેન મને કદીબી ના પાડશે નહીં. જેવી હું સુલતાનની હજુર જઈ પહોંચીશ તેવીજ…

  • બંદગીને લગતા થોડાક કાયદાઓ

    ભણતી વખતે માંથ્રવાણી સિવાય વચમાં કાંઈપણ બોલવું નહીં. એકજ શાંત જગાએ રહી ધ્યાન આપી દીલથી ભણવું. કાંઈબી કામકાજ કરતાં, ઘેરમાં ફરતાં, રસ્તે ચાલતા ગાડીમાં કે બસમાં જતાં કદીપણ ભણવું નહીં. બદંગી અવાજ કાઢીને તેના કુશાદે અને બીસ્તા ભણવાના કાયદા પ્રમાણે કરવી. બનતાં સુધી ભણતી વખતે તમામ સફેદ સુતરાઉ પોશાક પહેરવો કારણ સફેદ રંગ પહેલવહેલો રંગ…

  • પૈસા વાપરતા પહેલાં કમાતા શીખીએ

    દાનેશ અને રશના એક ખૂબ જ સુખી કપલ હતું, જીવનની શરૂઆતમાં દાનેશે પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી અને પોતાનીે મોટી ફેક્ટરી ઊભી કરી હતી, પૈસાદાર થઇ ગયા હોવા છતાં તે દરરોજ ફેક્ટરીમાં પોતાની જાતે પોતાનું કામ કરતા. પૈસાની કોઈ કમી નહોતી પરંતુ આ કપલના જીવન માત્ર એક જ દુ:ખ બાકી રહ્યું હતું….

  • Heartfelt Harnai

    Travel Guru and Corporate Trainer, Narendra Agarwal is a traveler, photographer and a ‘permanent’ nomad. In twenty eight years of travelling, he has explored twenty seven states and five union territories of India and more than twenty countries neighboring India, Europe and the Far East. He has followed adventure, climbing Himalayan peaks, diving oceans, skiing…