નેક ખ્યાલ
ઓ દાદગર, ઓ દાવર, ઓ પરવરદેગાર
તાજીમ સાથ, આપને નમન, હજારોહજાર
દાનેશમંદીમાં આપ છો, આલમમાં ઉમદા
રાખો છો આપ સાથ, રહેમનો ભંડાર
રાખી દૂર મારાથી બુરાઈઓ ને તમો
ઈજ્જત આબથી રાખજો, આપની નેગેહબાનીમાં મુજને
ઓ દાદગર, ઓ દાવર, ઓ પરવરદેગાર
તાજીમ સાથ, આપને નમન, હજારોહજાર
દાનેશમંદીમાં આપ છો, આલમમાં ઉમદા
રાખો છો આપ સાથ, રહેમનો ભંડાર
રાખી દૂર મારાથી બુરાઈઓ ને તમો
ઈજ્જત આબથી રાખજો, આપની નેગેહબાનીમાં મુજને
અમદાવાદ પારસી પંચાયત (એપીપી) દ્વારા 12 જાન્યુઆરી, 2020 ના રોજ સર નવરોજી વકીલ હોલ, સેનેટોરિયમના લોનમાં વાર્ષિક એવોર્ડનો કાર્યક્રમ યોજાયો હતો. લગભગ ત્રીસ જેટલા અમદાવાદમાં રહેનાર જરથોસ્તીઓને શિક્ષણવિદો અને અન્ય ક્ષેત્રોમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે માન્યતા આપવામાં આવી હતી. કમ્યુનિટી એવોર્ડ વોલેન્ટરી મોબેદ, સચિવ અને ટ્રસ્ટી તરીકે ત્રણ દાયકાથી પંચાયતની સેવા કરવા બદલ એરવદ નવરોઝ…
આપણે મોટાભાગે એવું સાંભળતા આવ્યા છીએ કે ઘડપણનો સહારો દીકરો હોય છે અને એટલા માટે જ લોકો પોતાના જીવનમાં એક દીકરો હોય તેવી આશા રાખતા હોય છે જેના કારણે ઘડપણમાં સહારો રહે. દીકરો ઘરમાં વહુ લાવે છે, વહુ આવ્યા પછી દીકરો પોતાની લગભગ બધી જવાબદારી તેની પત્ની ને સોંપી દે છે અને પછી પત્ની આ…
9મી જૂન, 2023 ના રોજ, સમુદાયના સીમાચિહ્ન અને સૌથી પ્રિય પૂજા સ્થાનોમાંથી એક દાદીશેઠ અગિયારી ભક્તો માટે તેના મૂળ હોલમાં પ્રાર્થના કરવા માટે તેના દરવાજા ફરી ખોલવામાં આવ્યા. જેનો અગાઉ ભક્તો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો. મુંબઈની બીજી સૌથી જૂની અગિયારી, 1771માં સ્થપાયેલી, દાદીશેઠ અગિયારીનું નવીનીકરણ ચાલી રહ્યું છે. પાછલા ત્રણ મહિના, જેમાં અગાઉ ઘસાઈ…
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ચંદ્ર તમારા મગજને શાંત બનાવી રોજના કામ ને સરળ બનાવી દેશે. કોઈ અંગત વ્યક્તિને ધનની મદદ કરી શકશો. સગાસંબંધી તમારી સાથેના સંબંધને સુધારવાની કોશિશ કરાશે. મિત્ર-મંડલમાં માન-ઈજ્જત વધુ મલશે. ધનને બચાવી સારી જગ્યાએ ઈનેવસ્ટ કરી શકશો….
સિક્ધદરાબાદના ઝરીર પટેલને તાજેતરમાં ‘માર્શલ આર્ટ્સ, ફિટનેસ અને એરોબિક્સના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સમર્પણ અને યોગદાન’ માટે વર્ચ્યુઓસો એવોર્ડ એનાયત કરાયો હતો. તેલંગણાના ગૃહ પ્રધાન – મોહમ્મદ મહેમૂદ અલી અને હૈદરાબાદના પોલીસ કમિશનર, – અંજની કુમાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો હતો.
બન્ને કરામતી ઘોડાપર બેસી અઢી કલાકમાં ઈરાન આવ્યા!! શાહજાદાને આમ સવાર સુધી આરામ લેવાની વિનંતી કરી, રાજકુંવરીએ પોતાની બાંદીઓને જગાડી તેમને હુકમ આપ્યો કે આ રાજકુમારને માટે, સર્વે પ્રકારના આરામની અને ખાવા પીવાની સુંદર ગોઠવણ કરો. રાજકુંવરીના કહેવા પ્રમાણે તેની દાસીઓએ શાહજાદા ફિરોજશાહ માટે બધી ગોઠવણ કરી. શાહજાદાને તેનો ઓરડો બતાવ્યો, ત્યાં તેને માટે ખાવાનું…